Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુર્ય પર ભયંકર વિસ્ફોટ, પૃથ્વી પર ૪૮ કલાકમાં ભૂકંપ આવવાની શક્યતા

આગામી ૪૮ કલાકમાં પૃથ્વી પર ભૂકંપ આવવાની શક્યતા છે. આ આગાહી ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી છે. તેઓના જણાવ્યા પ્રમાણે ગત દસ એટલે કે, રવિવારે રાત્રે સુર્યમાં ભયંકર વિસ્ફોટ થયો છે. જેમાંથી નીકળેલા પ્લાઝમાં સહિતના પદાર્થો પૃથ્વી તરફ ધસી રહ્યા છે. આ પદાર્થો આજ સાંજથી આગામી અડતાલીસ કલાક સુધીમાં ગમે ત્યારે પૃથ્વીના વાતારવણ સુધી પહોંચી શકે છે.જેથી પૃથ્વીનું ચુૂંબકિય ક્ષેત્ર ડિસ્ટબ્ર થવાની શક્યતા છે. જેના કારણે પૃથ્વીના કોઇપણ વિસ્તારમાં મોટા ભૂકંપની આશા સેવાઇ રહી છે.
આ પુર્વે છઠ્ઠી સપ્ટેમ્બરે પણ સુર્ય પર વિસ્ફોટ થયો હતો. વૈજ્ઞાાનિકના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ બાદ ગત તા. ૮ના રોજ મેક્સિકોમાં ભૂકંપ આવ્યો હતો.પૃથ્વી પર ભૂંકપની આગાહી કરનાર વૈજ્ઞાાનિકનું નામ પ્રોફસર રાજમલ જૈન છે. તેઓ ઇસરોમાં અગાઉ વૈજ્ઞાાનિક તરીકે સેવા આપી ચુક્યા છે. હાલ તેઓ નિવૃત્ત છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ ભૂંકપની આશંકા દર્શાવી હતી. તેઓએ જણાવ્યુ હતુકે, ગત રવિવારે રાત્રે નવ કલાકે સુર્યમાં ભયંકર વિસ્ફોટ થયો છે. છેલ્લા એક દસકામાં થયેલા વિષ્ફોટોમાં આ સૌથી મોટો વિસ્ફોટ છે. જેના કારણે સુર્યમાંથી નિકળતા પ્લાઝમાં સહિતા પદાથો ૬૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વી અને અન્ય પ્લાન્ટ તરફ ધસી રહ્યા છે.
વૈજ્ઞાાનિક ભાષામાં સુર્ય પર થયેલા વિસ્ફોટ સોલાર ફ્લેર તરીકે ઓળખાય છે. આ એટલો મોટો વિષ્ફોટ છેકે, જેની અસર આજ રાતથી પૃથ્વીના ચૂંબકિય ક્ષેત્ર પર પડી શકે છે. જેના કારણે પૃથ્વી પરનું ચુંબકિય ક્ષેત્ર ડિસ્ટર્બ પણ થઇ શકે છે.
૧૦ સપ્ટેમ્બરે સુર્ય પર જે વિષ્ફોટ થયો તેનાથી ૨ લાખ કરોડ કિલોગ્રામ પ્લાઝમાં રીલીઝ થયો છે. આ વિષ્ફોટની ક્ષમતા લાખો હાઇડ્રોજન બોંબના વિષ્ફોટ જેટલી છે. પ્રો. રાજન જૈને આગામી ૪૮ કલાક ક્રિટિકલ ગણાવ્યા છે.તેઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ સુર્યના પશ્ચિમ ભાગમાં થયો છે. જેના કારણે આગામી ૪૮ કલાકમાં પૃથ્વી પર કોઇપણ જગ્યાએ ભૂકંપ આવવાની શક્યતા છે.

Related posts

દિલ્હી સામૂહિક દુષ્કર્મ-હત્યા કેસમાં ત્રણને મોતની સજા

aapnugujarat

हिज्बुल ने साउथ कश्मीर में पोस्टर लगाकर लोगों को धमकाया

aapnugujarat

देश में कोरोना का आतंक : 24 घंटे में मिले 20,550 नए केस

editor

Leave a Comment

UA-96247877-1