Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી રાહત

અમદાવાદ શહેરમા ગોરંભાયેલા આકાશની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.આ અંગેની વિગત એવી છે કે,હવામાન વિભાગ દ્વારા ૧૪ તેમજ ૧૫ સપ્ટેમ્બરના રોજ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે આ પરિસ્થિતિમાં શહેરમા આજે પણ દિવસ દરમિયાન શહેરીજનોએ ઘેરાયેલા વાદળોની વચ્ચે અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ કર્યો હતો.દરમિયાન શહેરના નવા પશ્ચિમઝોનના કેટલાક વિસ્તારોમા વરસાદી ઝાપટા પડયા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટાગોર કંટ્રોલરૂમ શરૂ કરવામા આવ્યો છે જેના સૂત્રોના કહેવા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં નવા પશ્ચિમઝોનમાં ૧૧.૫૦ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.જયારે પશ્ચિમઝોનમાં ૦.૧૩ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમા સરેરાશ ૧.૯૪ મીલીમીટર વરસાદ થતા મોસમનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ હવે ૧૦૨૬.૭૧ મીલીમીટર થવા પામ્યો છે.શહેરના પશ્ચિમઝોનમા એક ભૂવો પડવા પામ્યો છે જ્યાં પ્રોટેકશન મુકવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામા આવી છે.મધ્યઝોનમાં ભયજનક મકાન કે તેના ભાગ અંગેની પાંચ ફરીયાદો તંત્રને મળી છે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૬.૨૫ ફુટ નોંધાવા પામી છે.બેરેજના તમામ દરવાજા બંધ છે. આજે વાસણા બેરેજમાં પાણીની સપાટી ૧૩૬.૨૫ ફૂટ નોંધાઈ હતી. કેનાલમાં જાવક ૯૨૦ ક્યુસેક રહી હતી. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના દરેક ઝોનમાંથી મુખ્ય કન્ટ્રોલરુમમાં રોડ સેટલમેન્ટ, ભુવા પડતા ભયજનક મકાનોને લઇને ફરિયાદો મળી હતી જે પૈકી ભુવા પડવાની એક ફરિયાદ મળી હતી. મધ્ય ઝોનમાં પાંચ મકાનો ભયજનક હોવાની ફરિયાદ મળી હતી. દરમિયાન ડાંગ, સાપુતારામાં ધોધમાર વરસાદ થયો છે. સાપુતારામાં વઘઈ રોડ ઉપર વાહન વ્યવહારને માઠી અસર થઇ હતી. બીજી બાજુ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

Related posts

નવસારી જિલ્લામાં ૧ હજાર આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, વૃદ્ધાની બિમારીનું ઈન્જેક્શન યુવતીને આપી દીધું

aapnugujarat

રમીલાબેન દેસાઈ ભાજપમાં ઇન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1