Aapnu Gujarat
મનોરંજન

ગુલ પનાગને નંબર ગેમમાં વિશ્વાસ નથી

અભિનેત્રી ગુલ પનાગે કહ્યું છે કે તે નંબર ગેમમાં બિલકુલ વિશ્વાસ રાખતી નથી. ગુલનું કહેવું છે કે, તે બોલીવુડમાં આડેધડ ફિલ્મો કરવા માટે પણ ઉત્સુક રહી નથી જેથી તેની પાસે ઓછી ફિલ્મો આવી છે. ડોર, ધુપ, મનોરમા સિક્સ ફિટ અંડર, હેલ્લો અને અબ તક છપ્પન જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કારણે લોકપ્રિયતા મેળવી લેનાર ગુલ પનાગે કહ્યુ છે કે તે ફિલ્મોને લઇને આશાવાદી છે. વર્ષ ૨૦૦૩માં ધુપ ફિલ્મ સાથે ગુલ પનાગે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદથી તે ખુબ ઓછી ફિલ્મોમાં નજરે પડી છે, તે એવી જ ફિલ્મમાં નજરે પડી છે જેમાં તેની ભૂમિકા વધારે રહી છે. ખૂબસુરત ગુલ પનાગનું કહેવું છે કે, તે ક્યા પ્રકારની ફિલ્મો કરવા માંગે છે તેને લઇને તે બિલકુલ સ્પષ્ટ છે, તેનું કહેવું છે કે, તે ભવિષ્યમાં પણ સારી પટકથાવાળી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. ગુલ પનાગે કહ્યુ છે કે બોલીવુડમાં નવી નવી અભિનેત્રીઓ અને સ્ટાર બાળકોની એન્ટ્રી થઇ રહી છે જેથી કોઇ પણ કલાકાર માટે ટકી રહેવાની બાબત સરળ નથી. ગુલ પનાગે વિગતે આપતા કહ્યુ છે કે તે ભવિષ્યમાં મહિલા પ્રધાન ફિલ્મો કરવાની યોજના ધરાવે છે. બોલીવુડમાં હાલના સમયમાં ટોપ અભિનેત્રીઓની ફિલ્મો પણ સુપરહિટ સાબિત થઇ રહી નથી. ગુલ પનાગે કહ્યુ છે કે તે ફિલ્મની પટકથાને ધ્યાનમાં લઇને ફિલ્મ કરવા અંગે નિર્ણય કરે છે. ગુલ પનાગે અન્ય તેની સાથે રહેલી કોઇ અભિનેત્રીની કોઇ વાત કરી નથી, ગુલનું કહેવું છે કે, તે પોતાની ઇચ્છાથી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થાય છે. ખાસ પ્રકારની ફિલ્મો સુઘી મર્યાદિત રહેવાની કોઇ યોજના હોવાનો પણ ઇન્કાર કર્યો છે, તેની પાસે હાલ કેટલીક ફિલ્મો હાથમાં રહેલી છે.

Related posts

जाह्नवी कपूर ने जुहू में खरीदा अपने सपनों का आशीयाना

editor

અનન્યા સાથે કાર્તિક આર્યન ફરી નજરે પડ્યો

aapnugujarat

દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન

editor

Leave a Comment

UA-96247877-1