Aapnu Gujarat
મનોરંજન

કેમરૂન ડાયઝ હજુ પણ સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં સામેલ

હોલિવુડની સ્ટાર અભિનેત્રી કેમરૂન ડાયઝ આજે પણ સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. ૪૪ વર્ષની વયમાં પણ તે તમામ અભિનેત્રીને શરમાવે તેવી સેક્સી અને ફિટ બોડી ધરાવે છે. હાલમાં તે કોઇ પ્રોજેક્ટમાં કામ કરી રહી નથી પરંતુ તે વધુ કેટલાક યાદગાર રોલ કરવા માટે તૈયાર છે. તેની પાસે ઘણી ફિલ્મોની ઓફર આવી રહી છે પરંતુ હાલ સ્વીકારી રહી નથી. કેમરૂન સ્કારલેટ જોન્સન અને ઇમા વોટસન બાદ સૌથી મોંઘી સ્ટાર અભિનેત્રીમાં સામેલ છે. ફિટનેસને લઇને તે ખુબ મહેનત કરે છે. તે પોતે હેલ્થી ડાયટને લઇને ગંભીર રહે છે. રસોડામાં ઘણો સમય પસાર કરે છે. તે પોતે પોતાના નજીકના લોકો માટે ભોજન પણ બનાવે છે. તે ફુડમાં નિષ્ણાંત સેલિબ્રિટી પાસેથી ટિપ્સ પણ મેળવતી રહે છે. કેમરૂન હેલ્થી અને એક્ટિવ લાઇફસ્ટાઇલ ધરાવે છે. જાન્યુઆરી ૨૦૧૫માં રોકર બેન્જી મેડ્ડેન સાથે લગ્ન કર્યા બાદ કેમરૂન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. કેમરૂન ડાયઝના અનેક હાઇ પ્રોફાઇલ લોકો સાથે વિતેલા વર્ષોમાં સંબંધ રહી ચુક્યા છે. તેના પ્રેમ સંબંધોને ક્યારેય સફળતા મળી નથી. તેના જેની સાથે સંબંધ રહી ચુક્યા છે તેમાં જસ્ટીન ટિમ્બરલેક, જેરેડ લેટો, મેટ ઢિલ્લોન અને બેઝ પ્લેયર એલક્સ રોડરિડનો સમાવેશ થાય છે. અગાઉ પ્રેમ મામલે અને સંબંધોમાં સફળતા ન મળી હોવા છતાં તે નિરાશ થઇ ન હતી. આખરે જાન્યુઆરી ૨૦૧૫માં કેમરૂને બેન્જી સાથે લગ્ન કરી લીધા હતા. કેમરૂનની કેટલીક યાદગાર ફિલ્મો કરી ચુકી છે. જેમાં ચાર્લિસ એન્જલ્સ, માય બેસ્ટ ફ્રેન્ડ વિડિગનો સમાવેશ થાય છે.

Related posts

પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુર હવે એકબીજાના મેન્ટર બન્યા

aapnugujarat

રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર હવે ફિલ્મમાં દેખાશે

aapnugujarat

उर्वशी रौतेला की होश उड़ा देने वाली तस्वीरें हुई वायरल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1