Aapnu Gujarat
ગુજરાત

બ્યુટી એન્ડ સલુન ૨૦૧૭ એવોર્ડ જીતતાં વિષ્ણુ લિમ્બાચિયા

૨૯ ઓગસ્ટ ૨૦૧૭નાં રોજ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર હોલમાં યોજાયેલ બ્યુટી એન્ડ સલુન એવોર્ડ ૨૦૧૭માં વેજલપુર વિસ્તારમાં ‘અમર હેર એન્ડ બ્યુટી કેર’ નામની શોપનાં માલિક વિષ્ણુ લિમ્બાચિયાએ પ્રથમ કક્ષાનો એવોર્ડ મેળવ્યો હતો. વિષ્ણુ તેમનાં દ્વારા કરાયેલાં હેર કટીંગ સ્ટાઈલને કારણે ખાસ કરીને યુવાવર્ગમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે. વિષ્ણુ લિમ્બાચિયાની આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલાં મહેમાનોએ ખૂબ જ પ્રશંસા કરી હતી.


વિષ્ણુ લિમ્બાચિયા તેમની દુકાને લેડીઝ – જેન્ટસ બંન્નેના હેર કટીંગ ખૂબ જ સુંદર રીતે અને અલગ-અલગ સ્ટાઈલથી કરે છે. વિષ્ણુએ લેડીઝ હેર કટીંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ‘ફાયર કટ’ સ્ટાઈલ તેમની આગવી કુશળતા છે જે ખાસ કરીને યુવાનો હાલનાં સમયે ખૂબ જ લોકપ્રિય થઈ છે. તેમની દુકાને આવતાં મોટાભાગનાં યુવાનો ખાસ કરીને બીજાં કારીગરો સારું કામ કરતાં હોવા છતાં પણ તેમની પાસે જ કટીંગ કરાવવાનો આગ્રહ રાખતાં હોય છે. વિષ્ણુ લિમ્બાચિયા પાસે ઘણી મહિલાઓ પણ ‘ફાયર કટ’ કરાવવાનો આગ્રહ રાખે છે જેમાં તેમની ખાસ નિપુણતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વિષ્ણુ લિમ્બાચિયા મહિલાઓ સાથે શાંત અને યુવાનો સાથે ખુશમિજાજ સ્વભાવ માટે જાણીતાં છે.

Related posts

મુખ્યમંત્રીશ્રીને બનાસકાંઠા-પાટણના પૂરપીડિતોના પુનર્વસન માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં L&T દ્વારા રૂ.૧૦ કરોડનું દાન અર્પણ

aapnugujarat

વસ્ત્રાપુરનાં શોપિંગ મોલમાં મફત પાર્કિંગની સુવિધા અમલી

aapnugujarat

गुजरात में कुल ८४ फीसदी बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1