Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંક મચાવવા ઘુસણખોરીના પ્રયાસો જારી

જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે.હાલમાં ઘુષણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે. જુન સુધીમાં ૧૪થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરના છેલ્લા પાંચ દિવસમાં પણ ત્રાસવાદી ઘુસણખોરીના કેટલાક પ્રયાસ કરી ચુક્યા છે. જો કે સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી.સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના ૨૮ પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કરી રહ્યા છે. ભારતીય સેનાએ આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાની બોર્ડ એક્શન ટીમના બે જવાનોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. સેનાના અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાની સેના યુદ્ધ વિરામનો ભંગ કરીને હજુ પણ ગોળીબાર કરી શકે છે. આનો મુખ્ય ઇરાદો અંકુશરેખા મારફતે આતંકવાદીઓને ઘુસાડવાનો રહ્યો છે. કાશ્મીરમાં જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં પણ હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે.
આજ કારણસર ઘુસણખોરીના પ્રયાસો વધારી દેવાયા છે. સંરક્ષણ નિષ્ણાતોના કહેવા મુજબ બરફ ઓગળવાની શરૂઆત થયા બાદ ઘુસણખોરીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. ૭૪૦ કિલોમીટર લાંબા એલઓસી પટ્ટા ઉપર સ્થિતિ હમેશા તંગ રહે છે.

Related posts

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૮મી ફેબ્રુઆરીથી સુનાવણી થશે

aapnugujarat

મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે ખતરનાક ચિત્ર ઉપસ્યું

aapnugujarat

કાશ્મીરમાં રમઝાનમાં યુદ્ધવિરામ દરમિયાન ત્રાસવાદી ઘટના વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1