Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-શ્રીલંકાની વચ્ચે આજે એકમાત્ર ટ્‌વેન્ટી જંગ ખેલાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે એકમાત્ર ટ્‌વેન્ટી-૨૦ મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કોલંબોમાં કરી લેવામાં આવી છે. પહેલા ટેસ્ટ મેચની શ્રેણી અને ત્યારબાદ વનડે મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમ એકમાત્ર ટ્‌વેન્ટી મેચ પણ જીતી લેવા માટે સંપૂર્ણ તૈયાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ નવી વ્યુહરચના સાથે મેદાનમાં ઉતરશે.ભારતે ટેસ્ટ શ્રેણી૩-૦થી અને વનડે શ્રેણી ૫-૦તી જીતી લીધા બાદ એકમાત્ર ટ્‌વેન્ટી મેચ જીતી લેવા માટે ભારતે તૈયારી કરી છે. કોલંબોના પ્રેમદાસા મેદાન ખાતે આ મેચ રમાનાર છે. ઉપુલ થારંગાના નેતૃત્વમાં શ્રીલંકા કેટલાક અંશે લાજ બચાવી લેવાના પ્રયાસ કરી શકે છે. જો કે ભારતીયોના ફોર્મને જોતા તે ફેવરીટ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી ૫-૦થી જીતી ચુકી છે. આવતીકાલની મેચમાં પણ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે ટીમ ઇન્ડિયા સજ્જ છે. ભારતના તમામ ખેલાડી ભવ્ય ફોર્મમાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને શિખર ધવન, વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બીજી બાજુ યજમાન ટીમના ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા પર ટેસ્ટ અને વનડે શ્રેણી જીતી ચુકી છે. ભારતીય ટીમ જીતના સિલસિલાને જાળવી રાખવા માટે તૈયાર છે. જ્યારે શ્રીલંકા આ મેચમાં લાજ બચાવવા માટે મેદાનમાં ઉતનાર છે.વર્ષ ૨૦૧૪માં બન્ને દેશો વચ્ચે છેલ્લે વનડે શ્રેણી રમાઇ હતી. જેમાં ભારતે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. ભારતે શ્રીલંકાનો છેલ્લે ૨૦૧૫માં પ્રવાસ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર થયા બાદ ભારતીય ચાહકો નિરાશ થયા હતા. શ્રીલંકાની જમીન ઉપર વિરાટ કોહલીની સેનાએ ટેસ્ટ શ્રેણીમાં હાલમાં ઇતિહાસ રચ્યો હતો. ૮૫ વર્ષ બાદ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે ક્લીનસ્વીપ કરીને ટ્રોફી જીતી હતી. ટીમ ઇન્ડિયાએ કેન્ડીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન થયા બાદ મેદાનમાં ઉતરેલી યજમાન શ્રીલંકાની ટીમને એક ઇનિંગ્સ અને ૧૭૧ રને હાર આપી હતી. કોલંબોના સિંઘાલી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકા ઉપર એક ઇનિંગ્સ અને ૫૩ રને ભારતે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી હતી. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦થી શ્રેણીની ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. ગોલના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે યજમાન શ્રીલંકા પર ૩૦૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ પણ મેળવી લીધી હતી. બંન્ને ટીમો પોત પોતાની વ્યુહરચના બનાવી ચુકી છે. શ્રીલંકામાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણીનું દુરદર્શનથી પણ પ્રસારણ કરવામાં આવનાર છે. શ્રીલંકાની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. વનડે શ્રેણીમાં હાલમાં રમી ચુકેલા મોટા ભાગના ખેલાડીઓને ટ્‌વેન્ટી ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. મેચમાં ટોસ નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે. ભારતીય કરોડો ચાહકો છગ્ગા અને ચોગ્ગાની રમઝટ જોવા માટે સંપૂર્ણ તૈયાર છે. શ્રીલંકાની ટીમ પણ ઘરઆંગણે સતત હારના કારણે હાલમાં ભારે દબાણ પણ છે. શ્રીલંકન ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં લેગસ્પીનર વેન્ડરસે અને ઝડપી બોલર દસુનશંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. લકમલની વાપસી થઇ છે. તે ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાંથી બહાર થયો હતો. આ ઉપરાંત સ્પીનર અકીલા ધનંજયનો સમાવેશ કરાયો છે. આશ્ચર્યજનકરીતે લેગસ્પીનર સંદાકનને બહાર કરવામાં આવ્યો છે.

Related posts

सार्वजनिक क्षेत्र की बड़ी कंपनियां निवेश कार्यों में तेजी लाएं : वित्त मंत्रालय

aapnugujarat

जम्मू-कश्मीर में व्यभिचार को अपराध बताने वाला कानून असांविधानिक : SC

aapnugujarat

करोडो की आबादी वाला मुस्लिम समाज क्यों और किससे भयभीत है…? : RSS के संयुक्त महासचिव कृष्ण गोपाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1