Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્ત અને રાની મુખરજી પ્રથમવાર એકસાથે જોવા મળશે

સંજય દત્ત હાલમાં તો પોતાની આગામી ફિલ્મ ભૂમિના શૂટિંગમાં વ્યસ્ત છે પરંતુ તેના કમબેક બાદ ઘણા ડિરેક્ટર્સ તેની સાથે કામ કરવા ઈચ્છે છે. આથી સંજય દત્ત બહુ ઝડપથી નવી ફિલ્મમાં જોવા મળી શકે છે. બોલિવૂડન સૂત્રો દ્વારા અહેવાલ જાણવા મળી રહ્યા છે કે આરંભ કુમાર નામના ડિરેક્ટર તેમની ફિલ્મ મંગલમાં સંજય દત્તને સાઇન કરવા માંગે છે અને તેની સામે રાની મુખરજીને પણ લેવા માંગે છે અને તે માટે તે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લિજેન્ડ સ્ટુડિયોના પ્રોડ્યૂસર સંદીપકુમારે જણાવ્યું હતુંકે તેઓએ પોતાન ફિલ્મ માટે રાની મુખરજીનો સંપર્ક કર્યો છે. અને સંદીપ તો તેમની દરેક ફિલ્મમાં રાનીને જ સાઇન કરવા માંગે છે કારણ કે રાની મુખરજી ખૂબ ટેલેન્ટેડ છે. અને સંજય દત્ત સાથે તેની જોડી ખૂબ જામશે. જોકે રાની મુખરજી કમબેક કરવા માંગે છે કે નહીં તે વિષે રાની મુખરજીએ કોઈ ખુલાસો કર્યો નથી.તો સંજય દત્ત ભૂમિ ભાગ ધ ગુડ મહારાજા ફિલ્મમાં પણ જોવા મળશે.

Related posts

पोल डांस का अभ्यास करते वक्त चोटिल हुईं मंदाना

editor

રણબીર કપૂરે ફીમાં વધારો કર્યો

aapnugujarat

હાલ મૌની પાસે ઘણી ફિલ્મો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1