Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારબિઝનેસ

નોર્વે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ બાબતે ટોપ પર

આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રોડબેન્ડની સ્પીડની તપાસ કરનાર એજેન્સી ઓકલા અનુસાર, નોર્વે દુનિયામાં સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ સેવા આપે છે. એક સમાચાર એજન્સી અનુસાર, માત્ર ૧૩ મહિનાની અંદર જ નોર્વે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ બાબતે ૧૧માં સ્થાનેથી ઉછળીને ટોપ પર પહોંચી ચૂક્યો છે.
ઓકલા એ ઈન્ટરનેટ સ્પીડ માપવા માટે ‘સ્પીડટેસ્ટ ડોટ નેટ’ એપ તૈયાર કરી છે, જેની મદદથી યૂઝર્સ ગમે ત્યારે પોતાની ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરી શકે છે.
સ્પીડટેસ્ટ ડોટ નેટ પરથી મળેલા આંકડાઓ અનુસાર, નોર્વેમાં મોબાઈલ ફોન પર ઈન્ટરનેટની એવરેજ સ્પીડ ગયા વર્ષ કરતાં ૬૯ ટકા વધુ ઝડપી થઈ છે, હાલમાં નોર્વેની સ્પીડ ૫૨.૬ એમબીપીએસ છે.
નોર્વેની ટોચની દૂરસંચાર કંપની ‘ટેલિનોરે’ પાછલા વર્ષ સપ્ટેમ્બરમાં વ્યક્તિગત રીતે ઉપયોગ થનાર ઈન્ટરનેટની સ્પીડ વધારી દીધી છે. નોર્વેમાં ટેલિનોર સહિત કુલ ત્રણ એવી દૂરસંચાર કંપનીઓ છે, જેમને પોતાનો મોબાઈલ નેટવર્ક સ્થાપિત કર્યો છે. પાછલા મહિનાના અંતમાં ટેલોનોરના નેટવર્ક પર એવરેજ ડાઉનલોર્ડ સ્પીડ ૫૮.૬ એમબીપીએસ હતી, જ્યારે ટેલિયા નેટવર્ક પર ૪૫.૯ એમબીપીએસ સ્પીડ હતી. દુનિયાના સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બાબતે નેધરલેન્ડ બીજા અને હંગરી ત્રીજા નંબર પર છે.

Related posts

देश में आज अमेज़न एवं फ्लिपकार्ट का विरोध

aapnugujarat

ऑस्ट्रेलिया पर हुआ बड़ा सायबर अटैक

editor

જેટ એરવેઝના કર્મચારીઓના પગારમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1