Aapnu Gujarat
રાષ્ટ્રીય

નોકરી બદલ્યાના ત્રણ જ દિવસમાં ટ્રાન્સફર થઈ જશે પીએફ અકાઉન્ટ

આવતા મહિનાથી હવે તમે જોબ બદલશો તો તમારું પીએફ અકાઉન્ટ જાતે જ ટ્રાન્સફર થઈ જશે. ચીફ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વી.પી.જૉયે આ વાતની જાણકારી આપી છે. જોય કહે છે કે, અકાઉન્ટ બંધ થઈ જવા તેમના માટે મોટો પડકાર છે અને તે પોતાની સર્વિસમાં સુધારો કરીને આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે.ચીફ પીએફ કમિશ્નરે કહ્યું કે, જ્યારે કોઈ જોબ બદલે છે તો અનેક અકાઉન્ટ બંધ થઈ જાય છે. પછી એમ્પલોય પોતાના અકાઉન્ટ ફરીથી ચાલુ કરાવે છે. હવે અમે એનરોલમેન્ટ માટે આધાર ફરજિયાત કરી દીધું છે. અમે નથી ઈચ્છતા કે અકાઉન્ટ્‌સ બંધ થાય. પીએઅ અકાઉન્ટ એક પર્મનન્ટ અકાઉન્ટ છે. કર્મચારી સામાજીક સુરક્ષા માટે એક જ અકાઉન્ટ કાયમ માટે રાખી શકે છે. તેમણે આગળ કહ્યું કે, અમે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જો કોઈ જોબ ચેન્જ કરે છે તો અરજી કર્યા વિના જ પૈસા ત્રણ દિવસમાં ટ્રાન્સફર થઈ જાય. જો કોઈની પાસે આધાર આઈડી અને વેરિફાઈડ આઈડી હશે તો ભવિષ્યમાં દેશના કોઈ પણ ભાગમાં જોબ બદલવા પર અરજી કર્યા વિના અકાઉન્ટ ટ્રાન્સફર થઈ જશે. આ વ્યવસ્થા ટુંક સમયમાં લાગુ થવાની છે.જૉય કહે છે કે, પીએફના પૈસા ઘર, બાળકોનું શિક્ષણ અથવા ગંભીર બીમારીઓની સારવાર માટે નીકાળવા જોઈએ. આનાથી લોકોને સામાજીક સુરક્ષા મળશે. અમે એક અવેરનેસ કેમ્પેઈન શરુ કરવા જઈ રહ્યા છીએ કે પીએફના પૈસા જરુરી કામ માટે જ નીકાળવામાં આવે.

Related posts

મોદી લિંક્ડઇન પર છવાયા

aapnugujarat

યુપીમાં ઠંડીથી વધુ ૪૦ના મોત

aapnugujarat

અમેઠીમાં રાહુલ આગામી પીએમવાળા પોસ્ટરને લઇ હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1