Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ – વડોદરા રેલવે સ્ટેશને જ બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ બનાવાશે

અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશન પર જ બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ બનનાર હોવાનો વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ સંકેત આપતાં જણાવ્યુ હતુ કે, મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના રૂટમાં આ બંને રેલવે સ્ટેશન આવરી લેવાયા છે.  અલબત્ત, મોટાભાગની પ્રક્રિયા હાઇસ્પીડ રેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરી રહ્યુ છે. તેમાં અમે સીધા કોઇ જ રીતે સંકળાયેલા નથી.વેસ્ટર્ન રેલવે મજદુર સંઘની જનરલ બોડીનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુંબઇ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ ડીવીઝનના લગભગ બે હજાર ડેલીગેટસ્‌ હાજર રહ્યા હતા. જનરલ સેક્રટેરી ડો. એમ. રાઘવૈયાજીના મુખ્ય મહેમાન પદે યોજાયલ કન્વેન્શનમાં હાજર રહેલા જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બુલેટ ટ્રેનના સંદર્ભમાં જમીન સંપાદન કરવાની કાર્યવાહી એચઆરસીઆઇ કરી રહ્યુ છે. બુલેટ ટ્રેનના ટ્રેક વર્તમાન રેલવે લાઇના સમાંતર નહી રહે. પરંતુ તેના રૂટમાં વડોદરા અને અમદાવાદ રેલવે સ્ટેશન આવી શકે તેમ છે.
વડોદરામાં હાલના પ્લેટફોર્મ નંબર ૬ પર બુલેટ ટ્રેનનુ પ્લેટફોર્મ બની શકે. બુલેટ ટ્રેન કેટલાક સ્થળ પર એલીવેટેડ પણ હશે, કેટલાક વિસ્તારમાં જમીન પર દોડતી હશે. તેનો રૂટ પણ એચઆરસીઆઇ નક્કી કરી રહ્યુ છે. માત્ર વર્તમાન રેલવે ટ્રેક કે માળખાનો ઉપયોગ કરવાનો હોય ત્યાં જ અમારી દરમિયાનગીરી થઇ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન મુંબઇ અને અમદાવાદનું ૫૦૮ કિલોમીટરનું અંતર આશરે બે કલાક અને સાત મિનિટમાં જ કાપશે.

Related posts

રખડતા ઢોર મામલે ૧૦૦ નંબર પર ફરિયાદ કરી શકાશે

aapnugujarat

રામોલમાં ગેંગવોરમાં એકની ક્રૂર હત્યા થતાં ભારે તંગદિલી

aapnugujarat

સુરતમાં કિન્નરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1