Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સમાં 950 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં ભયંકર વેગથી તેજી હજુ આગળ વધી રહી છે. સેન્સેક્સમાં આજે 950 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 250 પોઈન્ટ વધ્યો છે. બજારમાં આજની તેજીના કારણે કલાકોની અંદર રોકાણકારોની સંપત્તિમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આગામી બે વર્ષમાં સેન્સેક્સ એક લાખની સપાટી તરફ આગળ વધી રહ્યું છે તેવું એક્સપર્ટ માને છે. યુએસ ફેડરલ રિઝર્વે તેની નાણાકીય નીતિ ચુસ્ત બનાવવાની સાઈકલ હવે પૂરી થાય છે તેવા સંકેત આપ્યા પછી બજારમાં આ ઉછાળો આવ્યો છે. આજે તમામ સેક્ટરમાં શેરો વધ્યા છે.

સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને 70,485 પર હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 250 પોઈન્ટ વધીને 21,177 પર ચાલતો હતો. ત્યાર પછી બે કલાકમાં સેન્સેક્સ 950 પોઈન્ટ વધીને 70540ની નજીક હતો. તેના કારણે બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપિટલ ત્રણ લાખ કરોડ વધીને 354.19 લાખ કરોડ થઈ છે.

US Fedએ હવે વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય તેવા સંકેત આપ્યા છે. બેન્ચમાર્ક ફેડરલ ફંડની ટાર્ગેટ રેન્જ 5.25 ટકાથી 5.5 ટકા વચ્ચે છે. આજે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 2.1 ટકાનો વધારો થયો છે જેમાં એચસીએલ ટેક્નોલોજિસ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ અને કોર્ગોજે આગેવાની લીધી છે. નિફ્ટી બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ એક ટકા વધ્યા છે.

NBCCને 1500 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યા પછી NBCCના શેરમાં 6 ટકાનો વધારો આવ્યો છે. ટેન્લા પ્લેટફોર્મનો શેર પણ ઊંચા વોલ્યુમ વચ્ચે 8 ટકા વધીને ખુલ્યો હતો. ભારતીય બજારની તેજી વચ્ચે એફઆઈઆઈ નેટ બાયર્સ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે 4710 કરોડના શેરો ખરીદ્યા હતા જ્યારે ડોમેસ્ટિક રોકાણકારોએ 958 કરોડના શેર વેચ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં FIIએ 34,000 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી છે.

આજે મોટા ભાગના શેરોમાં ભારે તેજી હતી ત્યારે પાવરગ્રીડ, બીપીસીએલ, સિપ્લા, નેસ્લે ઈન્ડિયા અને સન ફાર્માના શેરમાં ઘટાડો થયો હતો. એકંદરે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ છે જેમાં 2199 શેર વધ્યા છે જ્યારે 765 શેર ઘટ્યા છે. 15 સેક્ટરના ઈન્ડેક્સમાંથી 12 ઈન્ડેક્સ વધયા છે. નિફ્ટી કરતા પણ નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક અને નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ ઈન્ડેક્સમાં અનુક્રમે 3 ટકા, 1.21 ટકા અને 1.26 ટકાનો વધારો થયો છે. જ્યારે નિફ્ટી ફાર્મા, નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ ઘટ્યા છે.

Related posts

ટાટા ગ્રૂપ સતત પાંચમા વર્ષે પણ દેશની બેસ્ટ બ્રાન્ડ

aapnugujarat

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

aapnugujarat

મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં ઇન્દ્રા નૂઈ, ચંદા કોચર, શિખા શર્માનો પણ સમાવેશ કરાયો

aapnugujarat
UA-96247877-1