Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી, એનસીઆર ટોપ પર : REPORT

સૌથી પ્રદૂષિત શહેરોના યાદીમાં ફરી દિલ્હી, એનસીઆર ટોપ પર રહ્યુ છે. એક ઓક્ટોબર ૨૦૨૨થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી દિલ્હીમાં પીએમ૨.૫ ના લેવલથી ૧૦૦.૧ માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર નોધવામાં આવ્યો હતો. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) ની લિમિટ કરતા ૨૦ ગણુ વધારે છે. તો પટના ૯૯.૭ માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિર મીટર નોંધવામાં આવી હતી. આ સમાચાર સાંભળી હેરાન થઈ જશો કે દેશના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાંથી સાત જીલ્લા દિલ્હી- એનસીઆર અને બિહારના છે. આ બન્ને વિસ્તારો ઈંડો-ગેગેટિક પ્લેનનો હિસ્સો છે. મિઝોરમના આઈઝોલમાં સૌથી સાફ હવા મળે છે. ત્યા પીએમ૨.૫નુ લેવલ માત્ર ૧૧.૧ માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર નોધવામાં આવી છે. અહી સૌથી વધારે પ્રદૂષણ ઓક્ટોબરથી માર્ચમાં હોય છે.
જો ૨૦૧૯ થી ૨૦૨૩ દરમ્યાન છ મોટી રાજધાનીઓમાં હવાની ગુણવતામાં સુધારો આવ્યો નથી. તો મુંબઈમાં પણ હવાની ક્વોલિટી ખરાબ થતી જોવા મળી રહી છે. પરંતુ દિલ્હી અને લખનઉમાં સુધારો જોવા મળી રહ્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૩થી ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન (જીએઆરપી)ના રિલાઈઝ વર્ઝન જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને પ્રદુષણને રોકી શકાય.

Related posts

આસામ, યુપી, બંગાળમાં હવે પુરની સ્થિતિમાં થયેલો સુધારો

aapnugujarat

રાજધાની ટ્રેનોમાં પ્રવાસ સમય એક કલાક ઘટ્યો

aapnugujarat

સુપ્રિમ કોર્ટે પ્રવાસી મજૂરો માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા

editor
UA-96247877-1