Aapnu Gujarat
રમતગમત

ભારત પાકિસ્તાન સામે રમવા અને હારવાથી ડરે છે : નઝમ સેઠી

એશિયા કપ ૨૦૨૩ની તમામ મેચો હાઇબ્રિડ મોડલ અંતર્ગત પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાઈ રહી છે. હાઇબ્રિડ મોડલ અંતર્ગત ૪ મેચો પાકિસ્તાનમાં જયારે ફાઈનલ સહિત ૯ મેચો શ્રીલંકામાં યોજાવવાની છે. હવે ગ્રુપ સ્ટેજની તમામ મેચી રમાઈ ચુકી છે ફાઈનલ સહિત સુપર-૪ની તમામ મેચો હવે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાશે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. જેથી વચ્ચે એવા સમાચાર મળ્યા હતા કે ખરાબ હવામાનના કારણે એશિયા કપની બાકી તમામ મેચો પાકિસ્તાનમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. પરંતુ એસીસીની તરફથી જારી એક નિવેદને નવો વળાંક લીધોં છે.
મળેલા અહેવાલો મુજબ એસીસીએ એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ સહિત સુપર-૪ રાઉન્ડની તમામ મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં જ યોજવાનો નિર્ણય કર્યો છે.
એસીસીએ લીધેલા નિર્ણય પાછળનું કારણ એ છે કે હાલ કોલંબોમાં હવામાનની સ્થિતિ સારી હોવાના સંકેતો મળ્યા છે. આ સંપૂર્ણ મામલે પીસીબીના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીએ વાહિયાત નિવેદન આપ્યું છે. તેણે આ અંગે ટિ્‌વટ કરતા લખ્યું, ’બીસીસીઆઈ/એસીસીએ પીસીબીને સૂચિત કર્યું છે કે વરસાદની આગાહીના કારણે ભારત-પાકિસ્તાન મેચ કોલંબોથી હમ્બનટોટા સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ એક કલાકની અંદર તેમણે પોતાનું મન બદલી નાખ્યું અને કોલંબોને આયોજન સ્થળ જાહેર કરી દીધું. આ બધું શું ચાલે છે?’
નજમ સેઠીએ પોતાના ટિ્‌વટમાં હવામાનની આગાહીના સ્ક્રીનશોટ શેર કર્યા અને લખ્યું, ’શું ભારત પાકિસ્તાન સામે રમવા અને હારવાથી ડરે છે?’ જણાવી દઈએ કે મેચ શિફ્ટ કરવા માટે પલ્લેકેલે,દાંબુલા અને હમ્બનટોટાના નામ પર વિચાર કરવામાં આવી રહ્યું હતું. આ અંગે હમ્બનટોટાનું નામ સૌથી આગળ હતું.

Related posts

कप्तान विराट की तरह बनना चाहते हैं पाकिस्तानी क्रिकेटर: यूनिस खान

aapnugujarat

खेल अवॉर्ड के लिए चुने जाने पर बीसीसीआई ने रोहित को दी बधाई, कहा – हमें आप पर गर्व है हिटमैन

editor

हितों का टकराव : 26 सितंबर को आचरण अधिकारी के समक्ष पेश होंगे द्रविड़

aapnugujarat
UA-96247877-1