Aapnu Gujarat
રાષ્ટ્રીય

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

જી ૨૦ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે સવારે અક્ષરધામ મંદિર, દિલ્હી પહોંચ્યા હતા અને ભગવાન સ્વામી નારાયણના દર્શન કર્યા હતાં.આ દરમ્યાન તેમની સાથે પત્ની અક્ષતા મૂર્તિ પણ હતી. તેમણે મંદિર પરિસરમાં ભ્રમણ કર્યું હતું અને વિધિ વિધાનથી પૂજા અર્ચના પણ કરી હતી. વડાપ્રધાન ખરાબ હવામાન છતાં પણ એક કલાક સુધી મંદિરમાં રહ્યા હતાં.
બીએપીએસના જણાવ્યા અનુસાર, પીએમ ઋષિ સુનકનો કાફલો આજે સવારે ૬.૪૫ કલાકે મંદિરે પહોંચ્યો હતો.
સદ્ભાવના અને મૂલ્યોના પ્રતીક મંદિરમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વરિષ્ઠ સંતોએ સુનકનું સ્વાગત કર્યું અને મહંત સ્વામી મહારાજનો સંદેશ સંભળાવ્યો હતો. જેમાં વસુધૈવ કુટુંબકમની ભાવનામાં, અમે તમારી અને ઉપસ્થિત તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. શિખર સંમેલન સમગ્ર દુનિયાને શાંતિ, સમૃદ્ધિ અને વૈશ્વિક સદ્ભાવની દિશામાં સામૂહિક રીતે મદદ કરવામાં સફળ થાય.
પ્રધાનમંત્રીને ૧૦૦ એકરમાં ફેલાયેલ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરનું અવલોકન કરાવ્યું, જે ભારતની પરંપરા અને પ્રાચીન વાસ્તુકલાને દર્શાવતા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિસર છે.
મંદિરમાં સુનક અને તેમની પત્નીએ પૂજા અર્ચના કરી હતી. સાથે જ મંદિરની કલા અને વાસ્તુકલાની પણ પ્રશંસા કરી હતી. સુનક દંપતિએ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક પણ કર્યો હતો અને વિશ્વા શાંતિ, પ્રગતિ અને સદ્ભાવ માટે પ્રાર્થના કરી હતી. પોતાની યાત્રાના અનુભવને શેર કરતા પીએમે કહ્યું કે, મને અને મારી પત્નીને મંદિરમાં દર્શન અને પૂજા કરીને ખુશી અને શાંતિની અનુભૂતિ થઈ છે. આ ન ફક્ત એક પૂજા સ્થળ છે, પણ એક માઈલસ્ટોન છે, જે દુનિયામાં ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને યોગદાન દર્શાવે છે.આજે બ્રિટેનમાં બ્રિટિશ ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા સકારાત્મક યોગદાન આ જ મૂલ્યો અને સંસ્કૃતિનું પરિણામ છે.
બીએપીએસના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, સ્વામીનારાયણ અક્ષરધામ માટે પીએમનું સ્વાગત કરવું અમારા માટે સન્માનની વાત છે અને મહંત સ્વામી મહારાજનો શાંતિ, એકતાનો સંદેશ શેર કરવો જોઈએ. બ્રિટન ભારતની સાથે મિત્રતા અને સાંસ્કૃતિક આદામ પ્રદાન કરવાનો સંબંધ છે. આ યાત્રાના માધ્યમથી સંબંધ વધારે મજબૂત કરવામાં ખુશી થઈ છે.

Related posts

राजस्थान में बच्ची की रेप के बाद हत्या

aapnugujarat

યૂપીએ સરકાર વખતે પણ અનેક વાર સર્જિકલ હુમલા કરાયા હતા : મનમોહન સિંહ

aapnugujarat

राजधानी में टिकट कन्फर्म नहीं तो अब हवाई टिकट

aapnugujarat
UA-96247877-1