Aapnu Gujarat
ગુજરાત

શાંત થયેલ મેઘસવારી હજુ આગામી ચાર-પાંચ દિવસ શાંત જ રહેશે

રાજયમાં છેલ્લા અઠવાડીયાથી શાંત થયેલ મેઘસવારી હજુ આગામી ચાર-પાંચ દિવસમાં શાંત જ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓએ રાજય સરકારને આપેલા વર્તારા મુજબ તા.૧૨ સુધી કયાંય ભારે વરસાદના સંજોગો નથી.સરકારી સુત્રોના જણાવ્યા મુજબ જુલાઇમાં ધોધમાર વરસાદ વરસી ગયા બાદ હવે ઓગષ્ટમાં મેઘરાજાનો કહેર નહીં વર્તે. છેલ્લા ૨૪ કલાકમાં અમુક સ્થળોએ સામાન્ય વરસાદ પડયો છે. અત્યારે વાતાવરણ સામાન્ય છે. આવતા પાંચ દિવસ જુદા જુદા સ્થળોએ ધીમીધારે છુટો છવાયો વરસાદ થઇ શકે છે. રાજયમાં તા.૧૨ સુધી કયાંય ભારે વરસાદ થાય તેવા સંજોગો નથી.છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતો જણાવે છે કે જો વરસાદ એક અઠવાડીયું ખેંચાય જાય તો અત્યારે જ સરસ પાક દેખાઇ રહ્યો છે. તેમાં ઘણા છોડ મરી જશે જેથી તેઓ વરસાદ માંગી રહ્યા છે. પાછલા બે વર્ષમાં વરસાદ ઘણો ઓછો થયો છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં ચાલુ વર્ષે પાણીની ભારે મુશ્કેલી સૌને પડી હતી.ગત વર્ષે ખેડૂતોના જણાવ્યા મુજબ ઓછા વરસાદને લઇ ધાર્યું ઉત્પાદન મળ્યું નથી. આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ જિલ્લામાં ખેડૂતોને મળ્યું નથી. હજુ સમગ્ર જિલ્લામાં આવેલ ૧૧ તળાવો પણ ખાલી પડયા છે જેથી ખેડૂતો વરસાદ આવે તેની રાહ જુએ છે.

Related posts

સીઆર પાટીલે સંભાળ્યો BJPના પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ

editor

બનાસકાંઠામાં દુષ્કાળના એંધાણ

editor

અમદાવાદમાં વાઈન ફ્લુના ૭૫ કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1