Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં વાઈન ફ્લુના ૭૫ કેસ નોંધાયા

સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા અતિ ઝડપથી વધી રહી છે. કિલર બનેલા સ્વાઈન ફ્લુના કારણે આજે વધુ ત્રણ લોકોના મોત થતા મોતનો આંકડો ઝડપથી વધીને ૭૨ ઉપર પહોંચ્યો હતો. બિનસત્તાવાર રીતે મોતનો આંકડો આના કરતા પણ ખૂબ વધારે હોવાનું માનવામાં આવે છે. આજે સ્વાઈન ફ્લુના માત્ર અમદાવાદમાં જ ૭૫ કેસ સપાટી ઉપર આવ્યા હતા. જેથી હાહાકાર મચી ગયો હતો. સ્વાઈન ફ્લુના લીધે અમદાવાદમાં છેલ્લા ૧૬ દિવસના ગાળામાં જ ૧૧ના મોત થયા છે. જ્યારે સ્વાઈન ફ્લુથી આ વર્ષે માત્ર અમદાવાદમાં જ ૧૪ લોકોના મોત થઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના નવા કેસોની સંખ્યા રેકોર્ડ ગતિએ વધી રહી છે. એકમાત્ર અમદાવાદમાં જ સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મનપા ક્ષેત્રમાં સ્વાઈન ફ્લુના ૬૮૫ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં ગઈકાલે પણ રેકોર્ડ સંખ્યામાં કેસો નોંધાયા હતા. રાજ્યમાં જુદા જુદા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દઓની સંખ્યા ૬૦૩ છે. જ્યારે ૧૨૧૭ લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચુક્યા છે. જાન્યુઆરી મહિનાથી હજુ સુધી સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૧૯૬૦ સુધી પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા જુદી જુદી જગ્યાઓથી મળ રહ્યા નથી. આજે સ્વાઈન ફ્લુથી બેના મોત થયા હતા. જેમાં રાજકોટમાં એક અને પોરબંદરમાં એકનું મોત થયું હતું. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૯૬૦ થઇ છે. આમાથી મોતનો આંકડો ૭૨ ઉપર પહોંચ્યો છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દર્દીઓના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ૩૬થી વધુ થઇ ગયો છે જ્યારે કચ્છમાં મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી.અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. આજે સ્વાઈન ફ્લુના નવા સેંકડો કેસ સપાટીએ આવ્યા હતા.

Related posts

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

aapnugujarat

પોતાની દીકરીઓને અમેરિકામાં લગ્ન કરવવાના અભરખા રાખતા માતા પિતા માટે સાવધાન

aapnugujarat

कमिशनर के आदेश बाद पुलिस ने बलात्कार की शिकायत दर्ज की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1