Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજના કરોલ ગામે કપિરાજે આતંક મચાવ્યો

પ્રાંતિજના કરોલ ગામે કપિરાજે આતંક મચાવ્યો છે અને બે દિવસમાં ત્રણ જણને બચકાં ભરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.પ્રાંતિજના કરોલ ગામે છેલ્લા બે દિવસથી કપિરાજ દ્વારા ગામમાં વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો છે અને જો કોઈ ઘરની બહાર કામ કરતું હોય કે ફળિયામાં આવતું જતું હોય તો એક દમ કપિરાજ દ્વારા તેના ઉપર હુમલો કરવાનમાં આવે છે અને બચકું ભરી લે છે ત્યારે ગામમાં રહેતાં એક મહિલા કૈલાસબહેન માનસિંગ મકવાણા સહિત અન્ય બે પુરુષો જગતસિંહ હિંમતસિંગ મકવાણા તથા રમેશભાઈ સોમાભાઈ પરમારને પગે બચકાં ભર્યા છે ત્યારે તેમણે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર લીધી હતી ત્યારે હાલ તો ગામજનોમાં ભયનો માહોલ છે ત્યારે ગામજનો કપિરાજને જોતા જ ઊંધી પૂંછડીએ દોટ લગાવે છે.ત્યારે હાલ તો ઘરની બહાર ઓસળિમાં કે મહેલ્લાઓમાં કે ખેતરોમાં કે મંજૂરી માટે કે વિદ્યાર્થીઓને શાળાએ જવું મુશ્કેલ બન્યું છે અને કપિરાજનું નામ સાંભળતા કે સામે જોતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે તો સરપંચ રમેશભાઈ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે વનવિભાગની ટીમ દ્વારા કપિરાજને બંધક બનાવે તેવી માંગ ઊઠવા પામી છે.

Related posts

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા

aapnugujarat

ડોકટર દંપતિના ઘરમાં તસ્કરો ત્રાટકયા

aapnugujarat

નિમણૂંકપત્ર એનાયત કરવાના કાર્યક્રમ : રિવરફ્રન્ટ ઉપર પોલીસ જવાનો જાહેરમાં પેશાબ કરતા દેખાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1