Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોઈપણ કાર્યવાહી વિના પીઓકે ભારતમાં ભળી જશે : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ થઈ રહી છે, જેમાં અમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અંગે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
પીઓકેઅંગે રાજનાથસિંહે કહ્યું કે, ત્યાંનો લોકો જ ભારતમાં ભેળવવાની સતત માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારે વધુ કશું કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપરાંત ચીન અંગે પણ નિવેદન આપતા કહ્યું કે, અમારી સેનાએ એલએસીપર ચીનને જોરદાર જવાબ આપ્યો છે. પાકિસ્તાનની જમીન પરથી ફેલાતા આતંકવાદ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે ૨૦૧૯માં પુલવામા હુમલો થયો, ત્યારે વડાપ્રધાન મોદીએ ૧૦ મિનિટની અંદર જ એક્શન લેવાનો નિર્ણય કર્યો, તે ઘટના બાદ જ ભારતીય સેનાએ સીમા પાર ઘૂસી આતંકવાદીઓનો ખાતમો કર્યો… રાજનાથે સ્પષ્ટ કહ્યું કે, જો જરૂર પડશે તો ભારત સીમા પાર જઈને પણ દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણે પાકિસ્તાનની કમર તોડી નાખી છે… તો રાજકીય મોરચે પણ પાકિસ્તાન કફોડી સ્થિતિ જોવા મળી છે. આ તમામ બાબતો વચ્ચે પીઓકેમાં પણ પાકિસ્તાનની સત્તા વિરુદ્ધ પ્રદર્શનો થતા રહે છે. આ જ કારણે પીઓકેમોરચા પર ભારત સરકારની નજર રહેલી છે, ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે આપેલું નિવેદન ખુબ જ મહત્વનું બની જાય છે.
રાજનાથ સિંહે પાકિસ્તાનની સાથે સાથે ચીન પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરહદ પર ચીન હંમેશા ધમપછાળા કરતું રહ્યું છે, પરંતુ ચીને ભારતીય જમીન પર કબજો જમાવ્યો હોવાનો દાવો ખોટો છે. આપણી બહાદુર સેનાએ સરહદ પર ચીનના દરેક ઈરાદાને નિષ્ફળ બનાવ્યો છે.

Related posts

રેલવેમાં લાખો જગ્યા ભરાશે

aapnugujarat

प्रज्ञा सिंह ठाकुर पीएम मोदी के कार्यक्रम का खुलकर विरोध कर रही हैं : ओवैसी

aapnugujarat

बिहार में आरएलएसपी नेता की हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1