Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવેમાં લાખો જગ્યા ભરાશે

ભારતીય રેલવેમાં જુદા જુદા રેન્ટમાં ૨૫૦૦૦૦ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે. આ નાણાંકીય વર્ષમાં રેલવેમાં રહેલી ખાલી જગ્યાઓને ભરવા માટે મોટાપાયે કવાયત શરૂ કરવામાં આવનાર છે. રેલવેમાં ૨૨૫૦૦૦ કર્મચારીઓની અછત દેખાઈ રહી છે. આ ખાલી જગ્યાઓને ભરવા માટે રેલવે મોટાપાયે ઓપરેશન હાથ ધરનાર છે. આ બાબત ઉપર નજર રાખનાર અધિકારીઓના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૫૦૦૦૦ કર્મચારીઓ રેલવેમાં સામેલ થશે. આસીસ્ટન્ટ સ્ટેશન માસ્તર, ઇન્કવાયરી કમ રિઝર્વેશન ક્લાર્ક, ટ્રાફિક, કોમર્શિયલ એપ્રેન્ટિસ, ગુડ્‌ઝ ગાર્ડ, જુનિયર એકાઉન્ટ આસીસ્ટન્ટ સહિત ૧૮૨૫૨ જગ્યાઓ ઉપર કર્મચારીઓની ભરતી કરવા માટેની પરીક્ષા લેવામાં આવી ચુકી છે. આ ઉપરાંતઅન્ય ૭૦૦૦ આસીસ્ટન્ટ લોકો પાયલોટ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવનાર છે. આના પછી બીજા ૧૩૦૦૦ કર્મચારીઓની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં ટેકનિકલ સુપરવાઇઝર સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં રેલવેએ વિશ્વની સૌથી મોટી ઓનલાઈન પરીક્ષા યોજવાનો રેકોર્ડ સર્જ્યો હતો જેમાં ૯.૨ મિલિયન નોકરીની અરજીઓ ૧૮૨૫૨ જગ્યાઓ માટે મળી હતી. લાખોની સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ પરીક્ષા યોજવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ આ વર્ષની શરૂઆતમાં લેખિત પરીક્ષા માટે આ પૈકીના ૨૭૦૦૦૦ લોકોને બોલાવવામાં આવ્યા હતા. હવે ૧૮૦૦૦ લોકોની પસંદગી કરવામાં આવી ચુકી છે. થોડાક મહિનાઓમાં આ અરજીદારો નોકરીમાં સામેલ થઇ જશે. ડિસેમ્બર ૨૦૧૬ મુજબ રેલવેમાં સ્ટાફનું સંખ્યા બળ ૧.૩ મિલિયનથી વધુનું હતું. ગ્રુપી સી અને ડીની કેટેગરીમાં ૨૨૫૮૨૩ જગ્યાઓ તે વખતે ખાલી હતી. રેલવે પાસે રહેલી માહિતી મુજબ સેફ્ટી કેટેગરીમાં ૧૨૨૯૧૧ જગ્યાઓ ખાલી છે જ્યારે ૧૭૪૬૪ લોકો રનિંગ સ્ટાફની જગ્યા પણ ખાલી રહેલી છે. રેલવે દ્વારા મોટાપાયે ભરતી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી મેન પાવરને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા રેલવે દ્વારા હાથ ધરાઈ છે. ૧૪૦૦૦૦ પોસ્ટ સરેન્ડર કરવાની વાત પણ સપાટી ઉપર આવી હતી. હાલમાં શ્રેણીબદ્ધ રેલવે અકસ્માતો બાદ રેલવેમાં સ્ટાફના અભાવને લઇને હંમેશા ચર્ચા રહી છે. સુરક્ષા પાસાને લઇને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય રેલવે ૬૭૩૧૨ કિલોમીટર ટ્રેક લંબાવીને આગળ વધી રહ્યું છે. દરરોજ ૨૩ મિલિયન જેટલા યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. ૧૨૬૦૦ જેટલી ટ્રેનો દરરોજ રુટ દોડાવવામાં આવી રહી છે.

Related posts

Amarnath Yatra : 3rd batch of 4823 pilgrims leaves from Jammu

aapnugujarat

કેજરીવાલે ગઠબંધનના સંદર્ભે કોઈ પણ વાત કરી નથી : શીલા

aapnugujarat

LIC NPA 30,000 cr..! Jeevan ke sath bhi, Jeevan ke Baad bhi..??

aapnugujarat

Leave a Comment

UA-96247877-1