Aapnu Gujarat
મનોરંજન

‘બાદશાહો’માંથી ઉત્કટ દ્રશ્યો કાપી નખાયા હોવાના અહેવાલોને અજય દેવગને નકારી કાઢ્યા

સેન્સર બોર્ડની કાતરથી બચવા માટે નિર્માતાઓએ ‘બાદશાહો’ ફિલ્મના કેટલાક ઉત્તેજક દ્રશ્યોને કાપી નાખ્યા છે એવા અમુક અહેવાલોને ફિલ્મના અભિનેતા અજય દેવગને નકારી કાઢ્યા છે.અજયે સ્પષ્ટતા કરી છે કે ફિલ્મમાં તેની અને ઈલિયાના ડીક્રૂઝ વચ્ચેનાં ઉત્તેજક દ્રશ્યને ડીલીટ કરવામાં આવ્યું નથી. ‘અમે કંઈ પોર્ન ફિલ્મ બનાવી નથી,’ એવો કટાક્ષ અજયે કર્યો છે.છેલ્લા કેટલાક વખતથી સેન્સર બોર્ડ સમાચારોમાં ચમકતું રહ્યું છે. અનેક ફિલ્મોમાં તે ઘણા દ્રશ્યોને કાપતું રહ્યું છે એને કારણે એવા સમાચારો આવ્યા હતા કે સેન્સર બોર્ડે ‘બાદશાહો’માં પણ અજય-ઈલિયાનાં દ્રશ્ય પર કાતર ચલાવી છે.અજયે કહ્યું કે આ અહેવાલો સાવ ખોટા છે.‘બાદશાહો’માં ૧૯૭૦ના દાયકામાં દેશમાં લાગુ કરવામાં આવેલી ઈમરજન્સીનો વિષય પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મ એક્શન થ્રિલર છે જેમાં અજય અને ઈલિયાના ઉપરાંત ઈમરાન હાશ્મી, વિદ્યુત જામવાલ અને ઈશા ગુપ્તા પણ મહત્વની ભૂમિકાઓમાં છે.ઈમરજન્સીના વિષય પર હાલમાં જ ‘ઈંદુ સરકાર’ પણ રિલીઝ થઈ છે. એની સામે પણ ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ અંતે તે રિલીઝ થઈ ચૂકી છે.હવે ‘બાદશાહો’ને પણ સરળતાપૂર્વક રિલીઝ કરાવવા નિર્માતાઓ મેદાને પડ્યા છે.

Related posts

અદિતિ રાવ સંજય લીલાની ફિલ્મ મળતા આશાવાદી

aapnugujarat

दंगल गर्ल जायरा वसीम का ऐक्टिंग छोड़ने का ऐलान

aapnugujarat

હેલ બેરી હવે એક્શન થ્રીલર ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1