Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં બેફામ કાર ચાલકે દંપતીને મારી ટક્કર : પતિનું મોત

અમદાવાદ શહેરમાં ગત એક સપ્તાહમાં હિટ એન્ડ રનની અનેક ઘટનાઓ સામે આવી છે. માર્ગ અકસ્માત વધતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં પૂરપાટ ઝડપે કાર ચાલકે શાહપુર વિસ્તારમાં એક દંપતીને અડફેટે લીધું હતું. એક્ટિવા પર જઈ રહેલા નીતિનભાઈ અને તેમના પત્નીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. નોંધનીય છે કે એક્ટિવા હવામાં ફંગોળાઈ જતા પતિ અને પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. તેવામાં પતિનું ઘટનાસ્થળે મોત થયું છે જ્યારે પત્ની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે સાસુને મળવા માટે વાડજમાં રહેતા નીતિનભાઈ તેના પત્ની ગાયત્રી ભાવસાર સાથે શાહપુર ગયા હતા. અહીં પરિવાર સાથે સમય પસાર કર્યા બાદ પરત ફરતા સમયે એક પૂર ઝડપે આવેલી ગાડીએ તેમને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે તેમનું એક્ટિવા હવામાં ફંગોળાઈ ગયું હતું. જેના પગલે દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ જોઈને કાર ચાલક ઘટનાસ્થળ છોડી ફરાર થઈ ગયો હતો.

આ હિટ એન્ડ રન કેસની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક નીતિનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ગાયત્રી ભાવસારને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી કરીને તેમને પ્રાથમિકા સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. અત્યારે દંપતીના પરિવારજનોમાં શોકનો માહોલ છે. જ્યારે પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ પત્નીની સારવાર ચાલી રહી છે.

Related posts

૧૨ તળાવોને ઉંડા કરતી વેળા હજારો મેટ્રિક ટન માટી કઢાઇ

aapnugujarat

વડોદરામાં દૂષિત પાણીનો હાહાકાર, ૩ના મોત

editor

રોડ પેચવર્ક કામમાં સિંગલ ટેન્ડરથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં દરખાસ્ત રજુ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1