Aapnu Gujarat
ગુજરાત

Ahmedabad Airport પર ત્રીજુ ટર્મિનલ બની શકે

અમદાવાદ શહેરના Sardar Vallabhbhai Patel International Airport (SVPIA) પર ત્રીજા ટર્મિનલનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં સતત પેસેન્જરોની સંખ્યા વધી રહી છે, જેથી એરપોર્ટ પર યોગ્ય મેનેજમેન્ટ થઈ શકે એના માટે આ નિર્ણય લેવાઈ શકે છે. આ મુદ્દે અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે TOIને બુધવારે જણાવ્યું કે અમે અત્યારે તો T1 અને T2ના વિસ્તરણની કામગીરીમાં વ્યસ્ત છીએ. પરંતુ જે પ્રમાણે એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા વધી છે એને જોતા ચોક્કસપણે અહીં બ્રાન્ડ ન્યૂ ટર્મિનલ બનાવવું પડશે.

અદાણી એરપોર્ટના CEO અરુણ બંસલે જણાવ્યું કે અમે ટર્મિનલ 3 પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે એરપોર્ટ પર T1 અને T2ની કેપેસિટી વાર્ષિક એક કરોડ પેસેન્જર્સની છે. પરંતુ ભવિષ્યમાં આમાં ઘણો વધારો થઈ શકે છે. જેથી કરીને એરપોર્ટ પર અસુવિધાઓ ન સર્જાય તેના માટે કડક સિક્યોરિટી બંદોબસ્ત સહિત કેપેસિટીમાં પણ વધારો થઈ શકે છે. જે વાર્ષિક 1.6 કરોડને પાર જવાની ધારણા છે. નોંધનીય છે કે આ વર્ષની જ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર વાર્ષિક 1.3 કરોડ પેસેન્જર્સની અવર-જવર થઈ શકે એવા આંકડાઓનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

SVPIAમાં એક રન વે છે. વળી જોવા જઈએ તો અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પર એક વર્ષમાં 4.5 કરોડ પેસેન્જરની અવર જવરને મેનેજ કરે છે. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પાસે એક રન વે છે અને ઘણી સારી રીતે ટ્રાફિક મેનેજ પણ થઈ જાય છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે એરપોર્ટ પાસે ક્રોસ રન વે છે તો એક સમયે માત્ર એક જ રનવેનો ઉપયોગ થઈ શકે છે. તો આવી રીતે જો અમદાવાદ એરપોર્ટ પર પણ T1, T2, T3 પણ સિંગલ રનવેમાં ઉપયોગમાં આવી શકે છે. જોકે આ અંગે બંસલને વધુ વિગતો જણાવવા કહેવાયું હતું. તેમણે જણાવ્યું કે T3ની કેપેસિટી અને લોકેશન અંગે હજુ પ્લાનિંગ ચાલી રહ્યું છે. અત્યારે અમે Initial Planning Stages પર છીએ અને આનો ડિટેલમાં પ્લાન પણ આગામી સમયમાં શેર કરીશું.
અમદાવાદ એરપોર્ટને સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ કહેવામાં આવે છે. જે દેશના ટોપ-10 સૌથી બીઝી એરપોર્ટ પરનું એક છે. અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ 1, ટર્મિનલ 2, સેકન્ડરી ટ્રાફિક ટર્મિનલ અને કાર્ગો ટર્મિનલ છે. જેમાં ટર્મિનલ 1માં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે છે. જ્યારે ટર્મિનલ 2 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટ્સ માટે છે. ટર્મિનલ 1, 4 લાખ 80 હજાર સ્ક્વેરફૂટ એરિયાને આવરી લે છે. અહીં 23 ચેક ઈન કાઉન્ટર્સ આવેલા છે. એટલું જ નહીં આ ટર્મિનલના 3 ગેટ છે અને 3 X-Ray બેગેજ ફેસેલિટી પણ છે. આની સાથે રેસ્ટોરાં, પાર્કિંગ, ટ્રાન્સપોર્ટ જેની સુવિધાઓ પણ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટને ટર્મિનલ-3 પણ મળવા જઈ રહ્યું છે. ત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટેનું ટર્મિનલ 2 એ 4 લાખ 41 હજાર 320 સ્ક્વેર ફૂટ વિસ્તાર આવરી લે છે. જે 2010માં સપ્ટેમ્બરથી એક્ટિવ છે. જેમાં એક સમયે 1600 પેસેન્જરને મેનેજ કરવાની ક્ષમતા છે. અહીં 32 આસપાસ ચેક ઈન કાઉન્ટર્સ છે. આની સાથે એરપોર્ટ પર પાર્કિંગની સુવિધા પણ મળી રહે છે.
અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે. શહેરના એરપોર્ટ પર હાલમાં લેવાઈ રહેલા પાર્કિંગ ચાર્જની વાત કરીએ તો, એરપોર્ટ પર ફોર વ્હીલરને 30 મિનિટ પાર્ક કરવાનો ચાર્જ 90 રૂપિયા છે, જ્યારે બે કલાક સુધીનો ચાર્જ 150 રૂપિયા છે. ત્યારબાદ દરેક વધારાના બે કલાકના 40 રૂપિયા લેવામાં આવે છે. જો તમારે તમારી કાર એક દિવસ માટે એરપોર્ટ પર મૂકવી હોય તો તેના માટે 590 રૂપિયા ચૂકવવા પડે છે. તેવી જ રીતે ટુ-વ્હીલરનો પાર્કિંગ ચાર્જ અડધો કલાક માટે 50 મિનિટ, બે કલાક માટે 80 રૂપિયા અને એક દિવસ માટે 190 રૂપિયા છે.

રિક્ષાવાળા પાસેથી પાર્કિંગનો ફ્લેટ 90 રૂપિયા ચાર્જ લેવાય છે જ્યારે કેબચાલકો પાસેથી એક ટ્રીપના 150 રૂપિયા વસૂલવામાં આવે છે. જો પાર્કિંગની રિસિપ્ટ ખોવાઈ જાય તો 500 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2માં પ્રાઈવેટ વ્હીકલ માટે 20 મિનિટ સુધી ફ્રી પાર્કિંગ છે, પરંતુ T1 એટલે કે ઈન્ટરનેશનલ ટર્મિનલ પર ફ્રી પાર્કિંગની આવી કોઈ સવલત નથી.

Related posts

શિમલા-ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

aapnugujarat

સિંગતેલમાં વધારો નોંધાતા લોકો ત્રસ્ત

aapnugujarat

बिल्डर आशिष शाह के विरुद्ध धोखाधड़ी की शिकायत की गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1