Aapnu Gujarat
ગુજરાત

બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરી રહ્યા છે : શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં બાબા બાગેશ્વરના ગુજરાત આગમન પહેલા જ રાજકારણ ગરમાયું છે. જેની વચ્ચે હવે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો છે કે બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરી રહ્યા છે. ભાજપે ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરવું જોઇએ. સુરતના એક કાર્યક્રમમાં હાજર રહેલા શંકરસિંહ વાઘેલાએ બાબા પર પ્રહાર કરીને ચમત્કારના નામે થતાં નાટકો બંધ કરવાની સલાહ આપી છે. તો ભાજપને ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરવાની સલાહ આપી છે.
મહત્વનુ છે કે બાબાના ગુજરાત પ્રવાસને લઈ રાજકીય દાવ પેચ ખેલાઈ રહ્યા છે. ધર્મના નામે બાબા બાગેશ્વર ધતીંગ કરતાં હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. ભાજપ બાબા બાગેશ્વરનો રાજકીય ઉપયોગ કરે છે. કારણકે વિજ્ઞાનના યુગમાં ધતીંગને કોઇ અવકાશ નથી તેવું પણ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. આ વચ્ચે શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું, આટલા વરિષ્ઠ નેતાએ આવા શબ્દો ન વાપરવા જોઈએ. આ કોઈ રાજકીય નહીં, પરંતુ ધાર્મિક કાર્યક્રમ છે.

Related posts

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

aapnugujarat

રાજ્યના એકમાત્ર આરામની મુદ્રામાં બિરાજમાન મંદિર એટલે સાકરિયાનું ભિડ ભંજન હનુમાનજી

aapnugujarat

गुजरात की ओर तेजी से बढ़ रहा तूफान ‘वायु’, भारी बारिश के आसार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1