Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત માટે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી : દુષ્કાળની શક્યતા

સતત ચાર વર્ષ સુધી ‘સામાન્ય’ અને ‘સામાન્યથી વધુ’ વરસાદ નોંધાયા બાદ, ભારતમાં 2023ના ચોમાસામાં (જૂન-સપ્ટેમ્બર) વરસાદ ‘સામાન્યથી ઓછો’ પડી શકે છે, તેવી આગાહી ભારતમાં હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટે સોમવારે કરી હતી. આ સાથે ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની અછતનું ‘જોખમ’ હોવાનું નોંધ્યું હતું. સ્કાયમેટે સીઝનના બીજા ભાગ (ઓગસ્ટ-સપ્ટેમ્બર) દરમિયાન ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ‘સામાન્યથી ઓછા’ વરસાદની આગાહી ભલે કરી હોય, પરંતુ ‘સામાન્યથી ઓછા’ સ્તરની સ્થિતિની ખેતીની કામગીરીને અસર કરશે નહીં. કારણ કે, આ રાજ્યોમાં પાયાની સિંચાઈ સુવિધાઓના નેટવર્ક અને નવી દુષ્કાળ-પ્રતિરોધક પ્રકારના બિયારણોના ઉપયોગથી ખેતી પર દુષ્કાળની વધારે અસર થતી નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જુલાઈ-ઓગસ્ટ દરમિયાન અપૂરતો વરસાદ પડશે તેવું હવામાન આગાહીકર્તાનું કહેવું હતું.
સમગ્ર દેશ માટે આગાહી કરવામાં આવી હતી કે, આગામી સોમાસું 94 ટકાના લાંબા ગાળાની સરેરાશ સાથે ‘સામાન્યથી ઓછું’ રહેશે, ચાર મહિનાની સીઝનમાં આશરે 87 સેમી વરસાદની આગાહી છે અને આમ થવાની 40 ટકા શક્યતા છે. જો કે, સ્થિતિ ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે દેશના હવામાન આગાહીકાર ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવારે ચોમાસાની આગાહી કરવામાં આવશે. ‘સામાન્યથી ઓછો’ વરસાદ એકંદરે દેશની ખેતી પર વધારે અસર નહીં કરે તેવી શક્યતા છે કારણ કે 2017 અને 2018માં સતત બે વર્ષ સુધી ‘સામાન્યથી ઓછો’ વરસાદ પડ્યો હતો.

કૃષિ મંત્રાલયના ખેતી પેદાશોના આંકડા દર્શાવે છે કે, 2017 અને 2018માં ‘સામાન્યથી ઓછો’ વરસાદ નોંધાયો હોવા છતાં 2017-18 અને 2018-19 દરમિયાન 285 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે 2016-17ના ઉત્પાદન (275 મિલિયન ટન) કરતાં વધારે વધારે હતું.

જો વરસાદ ઓછો પડ્યો તો ખેત ઉત્પાદન પર તેની પ્રતિકૂળ અસર ચોક્કસથી થશે પરંતુ તેમ થવાની શક્યતા ઓછી છે. ભારતમાં 2019થી 2022 તેમ ચાર વર્ષ સુધી ‘સામાન્ય’ અથવા ‘સામાન્યથી વધુ’ વરસાદ નોંધાયો હતો. સ્કાયમેટની આગાહી પ્રમાણે દુષ્કાળની શક્યતા માત્ર 20 ટકા છે.

નબળા ચોમાસા માટે અલ નીનોને જવાબદાર ગણતા સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંઘે જણાવ્યું હતું ‘મહાસાગરમાં સક્રિય થતી સિસ્ટમ અને બદલાતું વાતાવરણ એન્સોન્યૂટ્રલ (ENSOneutral) પરિસ્થિતિને અનુરૂપ છે. અલ નીનોની શક્યતા વધી રહી છે અને સચોમાસા દરમિયાન તેની શ્રેણી બનવાની શક્યતા વધી રહી છે. અલી નીનો ચોમાસાને નબળું કરી શકે છે’.

Related posts

રામ ભક્તો જનોઇધારીને પ્રશ્ન કરે તે જરૂરી : સ્મૃતિ

aapnugujarat

CM પદ માટે DK શિવકુમારની હાઈકમાન્ડ સમક્ષ માંગ, ‘પહેલા અઢી વર્ષનો કાર્યકળ મને આપો’

aapnugujarat

Gomti Riverfront Money Laundering Case : ED attaches assets of Engineers

aapnugujarat

Leave a Comment

UA-96247877-1