Aapnu Gujarat
રાષ્ટ્રીય

ફરાર અમૃતપાલ સિંહે સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ મૂકી ત્રણ શરતો

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ છેલ્લા 11 દિવસથી ફરાર છે. પંજાબ પોલીસે તેના અનેક સાથીદારોની ધરપકડ કરી છે અને અમૃતપાલસિંહને ઝડપી પાડવા માટે સતત ઓપરેશન પોલીસ ચલાવી રહી છે. ત્યારે હાલમાં જ અમૃતપાલસિંહે એક વીડિયો જાહેર કર્યો છે અને સરેન્ડર થવા માટે પોલીસ સમક્ષ તેણે ત્રણ શરતો મૂકી છે. અમૃતપાલસિંહે શરતોમાં જણાવ્યું છે કે, તેની ધરપકડને આત્મસમર્પણ દર્શાવવામાં આવે, પંજાબની જેલમાં તેને રાખવામાં આવે અને પોલીસ તેને કસ્ટડીમાં મારે નહી.

અમૃતપાલસિંહે વીડિયો જાહેર કરીને પંજાબ પોલીસને ખુલ્લાઆમ ચેલેન્જ આપી છે. અમૃતપાલસિંહે વીડિયોમાં કહ્યું છે કે, તેનો કોઈ એક વાળ પણ વાકો કરી શક્યુ નથી. વીડિયોમાં અમૃતપાલે તેના પર લાગેલા આરોપોનો વિરોધ કર્યો છે, તેને પોલીસ અને સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે, તે શિખ સમુદાય માટે હકની લડાઈ લડી રહ્યો છે.

કાળી પાઘડી અને શૉલ પહેરલા ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહે જણાવ્યુ હતુ કે, જો રાજ્યસરકાર તેની ધરપકડ કરવામાં માંગતી હતી તો પોલીસે તેના ઘરે પહોંચવુ જોઈતું હતું. અમૃતપાલે જણાવ્યુ હતુ કે, પોલીસની ધરપકડથી તેને ભગવાને બચાવ્યો છે.

અમૃતપાલસિંહે વીડિયોના માધ્યમથી અકાલ તખ્તના સંચાલકોને અપીલ કરી છે કે, બેસાખી નિમિત્તે સરબત ખાલસા (ધાર્મિક સભા)નું આયોજન કરવામાં આવે. આ ખાલસામાં દેશ વિદેશથી શિખ સતસંગી આવે અને અહીં જ ધર્મ અંગેની ચર્ચા કરવામાં આવે. અમૃતપાલ સિંહનો આ વીડિયો તેના ફરાર થયા બાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી જાણકારી મુજબ, અમૃતપાલસિંહ ગમેત્યારે પોલીસમાં સરેન્ડર કરી શકે છે ત્યારે પંજાબ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત સમગ્ર પંજાબમાં ગોઠવી દેવામાં આવ્યો છે. અમૃતપાલસિંહે જાહેર કરેલો વીડિયો પંજાબી ભાષામાં છે અને આ રેકોર્ડેડ વીડિયો ભડકાઉ છે. અમૃતપાલસિંહ કહી રહ્યો છે કે, તેની ધરપકડ વાહે ગુરુના હાથમાં છે.

Related posts

चंद्रबाबू नायडू के आलीशान बंगले ‘प्रजा वेदिका’ को तोड़ने का काम शुरू

aapnugujarat

પીએનબી કૌભાંડમાં અભિષેક મનુ સિંઘવીની પત્નીને નોટિસ

aapnugujarat

चालान का कहर: 1 लाख 41 हजार का चालान कटा..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1