Aapnu Gujarat
બિઝનેસ

લોનના વ્યાજદરમાં થઈ શકે છે વધારો, RBI રેપો રેટ વધારવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેંકની (RBI)મોનીટરી પોલીસી કમેટીની આવતા અઠવાડિયામાં મિટિંગ થવા જઈ રહી છે. આ મિટિંગમાં નવા નાણાકીય વર્ષની પહેલી દ્વિમાસિક નાણાકીય સમીક્ષા કરવામાં આવશે. આ મિટિંગમાં રેપો રેટમાં(REPO RATE) 0.25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.જ્યારે રેપો રેટનો દર ઘટાડવાનો નિર્ણય 2023-24ના ત્રીજા ક્વાર્ટરના અંતે લેવામાં આવી શકે છે.એક્સિસ બેંકના અર્થ શાસ્ત્રીઓએ બુધવારે આ માહિતી આપી હતી. રિઝર્વ બેંકની નાણીકાય નીતિ સમિતિની બેઠક ત્રણ અપ્રિલથી છ એપ્રિલ સુધી મળશે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત છ એપ્રિલના દિવસે કરવામાં આવશે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ, RBIના અધિકારીઓએ મંગળવારે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરી હતી, અર્થશાસ્ત્રીઓએ કેન્દ્રીય બેંકમાં રેપો રેટના દરમાં 0.25 ટકા વધારવાનું સૂચન કર્યું છે. RBI મોંઘવારીને કાબૂ કરવા માટે મે, 2022માં નીતિગત રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો.

એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ સૌગત ભટ્ટાચાર્યએ કહ્યું હતુ કે, રેપો રેટમાં વધારો કરતા મોંઘવારીને કાબૂ કરવામાં મદદ મળશે. ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યુ હતું કે,’ મારુ અનુમાન છે કે, રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે, હાલ ગ્રોથ ઓછો જોવા મળી રહ્યો છે. જ્યારે મોંઘવારી ઘટવાને કારણે ત્રીજા ક્વાર્ટરમાં રેપો રેટમાં ઘટાડો જોવા મળી શકે છે. ઉદાર વલણને છોડી દેવાનો નિર્ણય RBIનો ઉતાવળીયો નિર્ણય હોઈ શકે છે’ આ કહેતા ભટ્ટાચાર્યે અનુમાન લગાવ્યુ હતુ કે, કેન્દ્રીય બેંક જૂનની સમીક્ષામાં તેમના વલણને તટસ્થ કરી શકે છે. વૃદ્ધિમાં નરમીનો સંકેત મળી રહ્યો છે, જેના કારણે 2023-24માં વાસ્તિવિક રીતે GDP 6.00 ટકા રહી શકે છે, જે RBI અનુમાનથી ઓછી છે.

RBI 2023-24ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં જ્યારે વૃદ્ધિની મંદી વધુ સ્પષ્ટ થાય અને ફુગાવો 5.5થી 5.50 ટકા થઈ જાય ત્યારે દરોમાં 0.25 ટકનો ઘટાડો થઈ શકે છે. પરિણામે 2023-24ના અંતે પોલિસી રેટ 6.50 ટકા રહેશે, જે નાણાકીય વર્ષની શરૂઆતનો હતો. ભટ્ટાચાર્યે વધુમાં કહ્યું કે, વૈશ્વિક સ્તરે સમગ્ર આર્થિક વાતાવરણમાં અનિશ્ચિતતાઓ છે અને આવો તબક્કો અર્થતંત્રના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. જો કે, સારા સમાચાર એ છે કે, US અને યુરોપમાં મુખ્ય આર્થિક સૂચકાંકો સુધરી રહ્યા છે.

બેંકોને તેમના રોજિંદા કામકાજ માટે પણ ઘણા પૈસાની જરૂર પડતી હોય છે.આ માટે બેંકો RBI પાસેથી લોન લે છે અને આ લોન પર બેંકો જે દર ચૂકવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઓછા વ્યાજે લોન મળે છે ત્યારે બેંકો ગ્રાહકોને ઓછા વ્યાજદરે લોન આપી શકે છે. એટલે આનો મતલબ જ્યારે રેપો રેટ ઓછો હોવાને કારણે હોમ, કાર અને પર્સનલ લોનના વ્યાજદર ઓછો હોય છે પણ જ્યારે રિઝર્વ બેંક રેપોરેટ વધારે છે ત્યારે બેંકો પણ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજદર લેતી હોય છે.

Related posts

એસબીઆઈએ હોમ લોન વધારે સસ્તી બનાવી

aapnugujarat

शेयर बाजार में बढ़त, सेंसेक्स 147 अंक बढ़ा और निफ्टी 11105 पर बंद

aapnugujarat

સેન્સેક્સમાં ૭ પોઈન્ટનો મામૂલી સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1