Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાયદાના દાવપેંચમાં ફસાયા

બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. તેમની વિરુદ્ધ રાજસ્થાનના ઉદયપુરમાં એક ફરિયાદ નોંધાઈ છે. ભડકાઉ ભાષણ આપવાનો અને ભાવનાઓે ઠેસ પહોંચાડવાના આરોપ સાથે આ ફરિયાદ નોંધાઈ છે. ઉદયપુરના એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ ચંદ્રશીલ ઠાકુરે આ મામલાની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે, ઉદયપુરના ગાંધી મેદાનમાં ગુરુવારે એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથિત ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના ભાષણને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ હાથીપોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે.
કાર્યક્રમમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કથિત રીતે કહ્યું હતું કે, કુંભલગઢમાં 100 લીલા ઝંડા છે, જેને ભગવાથી બદલી નાખવના છે. આ ભગવાનો દેશ છે નહીં કે લીલાનો. તેઓએ પોતાના ભાષણમાં અનેકવાર હિન્દુ રાષ્ટ્રની પણ માગ કરી હતી. બાગેશ્વર બાબા સાથે દેવકીનંદન ઠાકુર પણ મંચ પર હાજર હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ નિવેદન પર ઉદયપુર પોલીસે સંજ્ઞાન લીધું હતું. પોલીસે ધર્મના આધારે દ્વેષભાવ વધારવાના આરોપમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ આઈપીસીની કલમ 153-એ હેઠળ ફરિયાદ નોંધી હતી.

આ દરમિયાન ઉદયપુરના કેલવાડા વિસ્તારમાં પાંચ લોકોની એ સમયે ધરપકડ કરવામાં આવી કે જ્યારે તેઓએ કુંભલગઢમાં એક ધાર્મિક સ્થાને ઝંડા હટાવ્યા અને એની જગ્યાએ ભગવા ઝંડા લગાવવા માટે પ્રયાસ કર્યો હતો. કેલવાડા પોલીસ સ્ટેશનના અધિકારી મુકેશ સોનીએ જણાવ્યું કે, આરોપીઓને કુંભલગઢ શહેરની પાસે એક ધાર્મિક સ્થળેથી ઝંડા હટાવવાનો પ્રયાસ કરવા બદલ ઝડપી પાડવામાં આવ્યા હતા.

Related posts

पेट्रोल की कीमतों में 6 पैसे गिरावट

aapnugujarat

અમરનાથ શિવલિંગની સામે જ શાંતિ રાખવી પડશે : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ્સની સ્પષ્ટતા

aapnugujarat

कर्नाटक के पूर्व सीएम कुमारस्वामी ने गैर – हिंदी भाषी समुदायों पर हिंदी थोपने का किया विरोध

editor

Leave a Comment

UA-96247877-1