Aapnu Gujarat
બિઝનેસ

હવે IRCTCની વેબસાઈટ પરથી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુક કરાવવુ પડશે

ચારધામોનું એક ધામ એટલે કેદારનાથ. બાબા કેદારનાથના દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ પહોંચે છે. કેદારનાથ બાબાના મંદિરે પહોંચવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા તથા અન્ય સેવા થકી પહોંચતા હતા. કેદારનાથ બાબાના દર્શન કરવા જવા માટે હેલ્પિકોપ્ટરની સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ હેલિકોપ્ટરની સેવા એક ખાનગી કંપની દ્વારા આપવામાં આવતી હતી. પનવ હંસ નામની ખાનગી કંપની દ્વારા આ સેવા આપવામાં આવતી હતી. ત્યારે હવે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે કેદારનાથના દર્શન માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTCની ઓનલાઈન પોર્ટલ પર કરવુ પડશે. ટિકિટ બુકિંગમાં પારદર્શિતા અને કાળાબજારી રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ નિગમ અને IRCTC વચ્ચે પહેલી વખત ટિકિટ માટે MoU કરવામાં આવ્યા છે. 31 માર્ચ સુધી ઓનલાઈન બુકિંગના પ્લેટફોર્મનું ટ્રાયલ પૂર્ણ થશે. એપ્રિલના પહેલા અઠવાડિયાથી હેલિકોપ્ટરની બુકિંગની સેવા શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી પવન હંસ નામની કંપની દ્વારા હેલિકોપ્ટરનું બુકિંગ કરવામાં આવતુ હતુ. આ કંપનીના 12 હેલિકોપ્ટર ફાટાથી કેદારનાથ સુધીની ઉડાન ભરતા હતા.
ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 6 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચુક્યા છે. રજિસ્ટ્રેશનની આ પ્રોસેસ ફેબ્રૂઆરીથી શરુ થઈ જાય છે. ચારધામ યાત્રામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન 5.97 લાખ કેદરનાથ માટે થયા છે. જ્યારે બદ્રીનાથ માટે 1.9 લાખ રજિસ્ટ્રેશન થયા છે. આ વર્ષે કેદારનાથધામના કપાટ 25 એપ્રિલે અને બદ્રીનાથધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.

ઉત્તરાખંડના પ્રવાસ વિભાગ મુજબ, કેદારનાથ અને બદ્રીનાથમાં થતી ભીડને અટકાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. કેદરનાથમાં 19 હજાર, ગંગોત્રીમાં 9 હજાર અને યમુનોત્રીમાં 5,500 લોકોની ભીડ હોવો જોઈએ. દર્શનાથીઓના રજિસ્ટ્રેશન અંગે ઉત્તરાખંડના મંદિરનો પૂજારીએ અને સંતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉતરાખંડના ટુરિઝમ મિનિસ્ટર સતપલ મહારાજે જણાવ્યુ હતુ કે, ‘PWDના અધિકારીઓને રોડ રસ્તાના સમાકામ અંગે આદેશ આપી દેવામાં આવ્યો છે અને મહિનાના અંત સુધીમાં રોડ રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે. અમે કેદારનાથના રૂટ પર તમામ તૈયારી કરી રહ્યા છે. દર્શનાર્થીઓની સલામતી માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે, તમામ રૂટ પર ડોક્ટરોને ડિપ્લોઈ કરી દેવામાં આવ્યા છે. અમને આશા છે,આ વર્ષે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથની યાત્રા કરશે’

ગત વર્ષે, લગભગ 45 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી. દરેક મંદિરે પગપાળા જતા દર્શનાર્થીઓની સંખ્યા વધુ નોંધાઈ હતી. બદ્રીનાથ ખાતે 17.6 લાખ, કેદારનાથમાં 15.6 લાખ, ગંગોત્રીમાં 6.2 લાખ અને યમુનોત્રીમાં 4.8 લાખ દર્શનાર્થીઓ નોંધાયા હતા.

Related posts

अब स्मार्टफोन्स हो सकते हैं रैन्समवेयर के अगले टार्गेट

aapnugujarat

RBI Dy Governor Viral Acharya resigns

aapnugujarat

देश की जीडीपी को बढ़ा-चढ़ा कर पेश किया गया, सरकारी आंकड़े झूठे है : पूर्व CEA सुब्रमण्यन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1