Aapnu Gujarat
ગુજરાત

રાજયની તમામ જેલમાં એકસાથે દરોડા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ રાજ્યભરની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે ડીજી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ત્યારે આ બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં એકસાથે દરોડા પડ્યા હતા. મળતી માહિતી મુજબ, રાજકોટ પોલીસ મોટું ઓપરેશન હાથ ધરે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. રાજકોટ, જુનાગઢ, મહેસાણા, વડોદરા તેમજ પોરબંદર અને જામનગરની જેલોમાં પણ દરોડા પડ્યા હોવાનું જાણવા મળે છે.

ગુજરાતની તમામ જેલોમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યની તમામ જેલોમાં મોટાપાયે પોલીસ પહોંચી ગઈ છે અને મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ રાજ્યની તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં પોલીસ કર્મચારીઓનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે.
રાજ્યમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર, સુરત, ભાવનગર સહિતની જેલો પર દરોડા પાડી હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સાંજે 7 વાગ્યાથી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, આ બેઠક પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા જેલો પર કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તમામ જેલોમાં કોઈ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર છે. તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ છે અને આ જેલો પર કાર્યવાહી દરમ્યાન જિલ્લા પોલીસ વડા, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતના ઉચ્ચ અધિકારી જેલોમાં સર્ચ કરી રહ્યા છે. પોલીસ અધિકારી બોડી વોર્ન કેમેરા સાથે અંદર પહોચ્યા હોવાનું જાણવા મળે છે.

Related posts

ઇસરોમાં આગ લાગતાં અફડાતફડી

aapnugujarat

गुजरातभर में स्वाइन फ्लू का कहर, १२ की मौत, मौत का आंकड़ा २२० हुआ

aapnugujarat

રાજ્યનાં સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1