Aapnu Gujarat
બિઝનેસ

સોનાના ભાવમાં ઉછાળો : થોડા મહિનામાં જ 66,000ના લેવલને પાર કરે તેવી શક્યતા

સોનાના ભાવમાં તેજી વણથંભી આગળ વધી રહી છે. બજારના જાણકારો માને છે કે ગ્લોબલ અનિશ્ચિતતા, અમેરિકન બેન્કિંગ સિસ્ટમ પર પ્રેશર અને બીજા કારણોથી લોકો સોનું ખરીદવા દોટ મુકી રહ્યા છે. આગામી વર્ષમાં સોનું 10 ગ્રામ દીઠ 66,000ના સ્તરને પાર કરે તેવી શક્યતા છે. ચાલુ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 64,000 સુધી જઈ શકે છે તેવું મોટા ભાગના એક્સપર્ટ કહે છે.
બુલિયન માર્કેટમાં સોનાના ભાવ (Gold rates)માં ફરી એક વખત તેજીએ જમાવટ કરી છે. બુધવારે ગોલ્ડનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 58,640 પર બંધ આવ્યો હતો. ત્યાર પછી આજે ભાવમાં સીધો 555 રૂપિયાનો ઉછાળો આવ્યો અને સોનું 59,190 પર ઓપન થયું હતું. ચાંદીના ભાવમાં પણ આજે લગભગ 1150 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે એક કિલો ચાંદીનો ભાવ રૂ. 69,370 રૂપિયા નોંધાયો હતો. આ રેટ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેના પર જીએસટી, ઘડામણનો ચાર્જ, અને જ્વેલરનો નફો ઉમેરવામાં આવે તો વાસ્તવિક ભાવ ઘણો વધી જાય છે.

બુલિયન બજારમાં તાજેતરમાં સોનાના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. 20 માર્ચે સોનાનો ભાવ વધીને 59,671 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. આ દરમિયાન મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ, એટલે કે એમસીએક્સ પર ગોલ્ડે 60,456ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. સોનાના ભાવ પર હાલમાં યુએસ ફેડની નીતિ હાવી થઈ રહી છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ નીતિ જારી રહેશે તો આગામી વર્ષમાં 10 ગ્રામ સોનાનો ભાવ 66,000 સુધી જઈ શકે છે.

નજીકના ભવિષ્યમાં સોનાની ચાલ જોવા જેવી હશે તેમ એક્સપર્ટનું કહેવું છે. સોનાના ભાવને તાત્કાલિક 1950 ડોલરના સ્તરે સપોર્ટ છે. અપર સાઈડ પર સોનાને 1980ના લેવલ પર સપોર્ટ જોવામાં આવે છે. સોનું આ સ્તરને પાર કરી જશે તો તે 2010 ડોલર સુધી પણ જઈ શકે છે. રૂપિયામાં કન્વર્ટ કરીને જોવામાં આવે તો સોનાને 59,200 પર નજીકમાં અવરોધ છે. ચાંદીના ભાવ માટે 70,500 પ્રતિ કિલોના સ્તરે અવરોધ જોવા મળશે. સોનું ઘટીને 58,500 સુધી પણ જઈ શકે છે.

IIFL સિક્યોરિટીઝના એક અહેવાલ પ્રમાણે યુએસ ફેડ દ્વારા વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો હોવાથી આજે સોનામાં તેજી જોવા મળી છે. ડોલરનો રેટ અત્યારે 7 સપ્તાહના તળિયે છે. ડોલર ઈન્ડેક્સે 102નું સાઈકોલોજિકલ લેવલ તોડ્યું છે અને હવે તેને 100ની નજીક સપોર્ટ છે. મધ્યમથી લોંગ ટર્મમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

Related posts

31 માર્ચે રવિવાર હોવા છતાં ખુલ્લી રહેશે બેંક, આરબીઆઈ એ જાહેર કરી માર્ગદર્શિકા

aapnugujarat

સેંસેક્સમાં વધુ ૧૪૬ પોઇન્ટનો ઘટાડો થયો

aapnugujarat

होम लोन वृद्धि पिछले 3 साल के न्यूनतम स्तर पर आने का अनुमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1