Aapnu Gujarat
રમતગમત

ટેસ્ટ ક્રિકેટ આકર્ષક બનાવવી જોઈએ, વન-ડે નિરસ થઈ રહી છે : સચિન તેંડુલકર

વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરે એક ખાનગી કાર્યક્રમમાં ટેસ્ટ અને વન-ડે ક્રિકેટને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન સચિન તેંડુલકરે કહ્યું કે હાલ વન-ડે ક્રિકેટ નિરસ ચાલી રહ્યું છે અને હવે વન-ડે ક્રિકેટમાં અનિશ્ચિતતા બિલકુલ બચી નથી. તેંડુલકરનું માનીએ તો નવા બોલ અને ફીલ્ડિંગના નવા નિયમોથી વન-ડે ફોર્મેટને બોલરો માટે ખૂબ મુશ્કેલ બનાવી દીધું છે. આ જ કારણોસર બોલ અને બેટની વચ્ચે સંતુલન બચ્યું નથી. આ સાથે સચિને કહ્યું કે, એમાં કોઈ બેમત નથી કે વન-ડે ક્રિકેટ નિરસ થઈ ચૂક્યું છે. એના બે ભાગ છે, પ્રથમ તેનું ફોર્મેટ અને પછી તેને જેવી રીતે રમવું જોઈએ. હું સૌથી પહેલા ફોર્મેટની વાત કરું, તો એમાં બે નવા બોલનો ઉપયોગ લાંબા સમયથી થઈ રહ્યો છે. આ જ કારણથી રિવર્સ સ્વિંગ ગાયબ થઈ ગઈ છે. ભલે જ તમે ઈનિંગની ૪૦મી ઓવરમાં હો, પરંતુ દડો તો ૨૦ ઓવર જૂનો જ હોય છે. સચિને વન-ડે ક્રિકેટને આકર્ષક બનાવવા માટે કેટલાક ઉપાયો સૂચવ્યા અને કહ્યું કે વન-ડે ક્રિકેટ ૨૫-૨૫ ઓવરના ચાર ક્વાર્ટરમાં રમાવી જોઈએ. આ સાથે સચિન તેંડુલકરે કહ્યું કે આપણે એક વાત સમજવી પડશે કે ટેસ્ટ ક્રિકેટ પણ આકર્ષક હોવી જોઈએ અને એ ટેસ્ટ મેચ કેટલા દિવસ ચાલે છે તેનાથી કોઈ નિસબત નથી. આઈસીસી, એમસીસી અને અન્ય ક્રિકેટ બોર્ડ પણ ટેસ્ટ ક્રિકેટને વધુ આકર્ષક બનાવવાની વાત કરી રહ્યા છે. મારી દૃષ્ટિએ બોલરો માટે કંઈક કરવાની જરૂરિયાત છે. મેચનું પરિણામ આવવું જોઈએ અને સૌ કોઈએ ‘કોણ જીત્યું, કોણ હાર્યુ’ એ જાણીને ઘરે જવું જોઈએ.

Related posts

न्यूजीलैंड टूर से बाहर हुए पाकिस्तानी क्रिकेटर फखर जमान

editor

WTC ફાઈનલ ડ્રો કે ટાઈ થઈ તો બંને ટીમ વિજેતા જાહેર થશે : ICC

editor

जोकोविच, अजारेंका बने वेस्टर्न एंड साउदर्न ओपन के चैम्पियन

editor

Leave a Comment

UA-96247877-1