Aapnu Gujarat
ગુજરાત

રાજ્યસભાનાં ચૂંટણી પરિણામની રાહ જોતાં ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તાઓ

ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહે ગોહિલે વાંધો ઉઠાવતાં રાજ્યસભાની મતગણતરીમાં વિલંબ ઉભો થયો છે, ત્યારે ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યું છે. શક્તિસિંહે ભાજપને મત આપનાર રાઘવજી અને ભોળાભાઇના મત સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે પોતાનો મત બતાવ્યો હોવાથી રદ કરવા માંગણી કરાઇ રહી છે, ત્યાં જ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે બે ધારાસભ્યોના મત રદ કરવાની કોંગ્રેસની માંગ ફગાવી દેતાં મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત ભાજપનાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપનાં આગેવાનો પરિણામની રાહ જોતાં બેઠાં છે જેમાં શ્રી દત્તાજી, વાડીભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, ચૈતન્ય મહારાજશ્રી, શ્રી અંબાલાલ રોહિત, શ્રી રતિલાલ વર્મા સહિત અનેક કાર્યકર્તાઓ ઉત્સાહમાં બેઠા છે.

Related posts

ડબલ મર્ડરનો પેરોલથી ફરાર આરોપી ઝડપાયો

editor

रथयात्रा के दौरान पहलीबार तैनात होगे एनएसजी कमांडोज

aapnugujarat

ગુજરાત ભાજપે ડિજિટલ વોરિયર્સ અભિયાનની શરૂઆત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1