Aapnu Gujarat
મનોરંજન

સુશાંતની સાથે ‘ચંદા મામા દુર કે’માં શ્રદ્ધા નજરે પડશે

સુશાંતસિંહ રાજપુત હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ ચંદા મામા દુર કે ફિલ્મને લઇને તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મના ભાગરૂપે તે હાલમાં નાસાના સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહ્યો છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં હવે સુશાંતની સાથે શ્રદ્ધા કપુર અભિનેત્રી તરીકે રાખવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. તેના નામ પર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી. હવે શ્રદ્ધા કપુરની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મની પટકથા ત્રણ અંતરિક્ષ યાત્રીની આસપાસ ફરે છે. આ ત્રણ અંતરિક્ષ યાત્રી પૈકી બેમાં તો સુશાંત સિંહ રાજપુત અન નવાજુદ્દીન સિદ્દીકી છે. ત્રીજી અંતરિક્ષ યાત્રી તરીકે શ્રદ્ધા કપુરને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મનુ શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. તે પહેલા શ્રદ્ધા પણ પોતાના હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરી લેશે. નાસાના ટ્રેનિંગ સેન્ટરમાં સુશાંત કેટલાક વર્કશોપમાં હિસ્સો લઇ રહ્યો છે. જ્યાં તે અંતરિત્ર યાત્રીની લાઇફને નજીકથી સમજી લેવાના પ્રયાસમાં છે. સાથે સાથે તે અંતરિક્ષયાનને ઉડાવવાની ટેકનોલોજીને લઇને પણ અભ્યાસ કરી રહ્યો છે. જીરો ગ્રેવિટી, પ્રોફેશનલ સ્પેસ સુટ પહેરવા જેવી માહિતી મેળવી રહ્યો છ. ચંદા મામા દુર કે ફિલ્મનુ શુટિંગ મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ ખાતે મોટા ભાગ કરવામાં આવનાર છે.
સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોમાં પણ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. સુશાંત થોડાક સમય પહેલા ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં જોરદાર ભૂમિકા અદા કરી ગયો હતો. તેની ભૂમિકાની ચારેબાજુ ભારે પ્રશંસા થઇ હતી. હવે તે વધુ એક મોટી અને શાનદાર પડકારરૂપ ભૂમિકા ધરાવતી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જેમાં તેની સાથે નવાજુદ્દીન પણ કામ કરી રહ્યો છે.

Related posts

કરીનાએ ફીમાં ૫૦ ટકા વધારો કર્યો

aapnugujarat

કંગનાએ કરોડોની બ્રાન્ડ્‌સ ગુમાવી

editor

અનુરાગે મને છ વર્ષ આપ્યાં મારા માટે મહત્વની વાત : કલ્કિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1