Aapnu Gujarat
ગુજરાત

ભાજપા દ્વારા સંત રોહીદાસ જયંતિ ઉજવણી વિશે બેઠક યોજાઇ

કમલમ ખાતે આજે વીર મેઘમાયા બલિદાન દિવસ હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.૫ ફેબ્રુઆરીએ સંત રોહિદાસ જન્મ જ્યંતિ ની ઉજવણી માટે બીજેપી એસસી મોરચાની વર્ચ્યુલ બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાએ હેમંત ચૌહાણને દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મશ્રી મળતાં અભિનંદન પાઠવ્યાં હતાં.

ગત વિધાનસભા ચૂંટણીમાં ૧૩માંથી ૧૧ બેઠક એસસી ઉમેદવારને મળતાં સૌને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. પ્રથમ વખત અનુ. જાતિનો વોટ શેર ૪૭ ટકાની આસપાસ રહેતાં સમગ્ર ટીમને તેનો શ્રેય આપ્યો હતો.
ડૉ. પ્રદ્યુમન વાજાએ સંત રવિદાસ જ્યંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો ની રૂપરેખા જણાવી હતી અને તા. ૧ થી ૭ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અનુ. જાતિની વસ્તીમાં કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. ડૉ. બાબાસાહેબની પ્રતિમા સાથે રવિદાસ મંદિર અને રવિદાસ ચોક જેવી જગ્યાઓ પર કાર્યક્રમ કરવા જણાવ્યું હતું.
ઝોન વાઈસ સંયોજકોની ટીમ બનાવી રવિદાસ જ્યંતિ ઉતસ્વ સમિતિ બનાવવી તેવી પણ સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોર્ચા ના મહામંત્રી વિક્રમ ચૌહાણ, ગૌતમ ગેડીયા તથા પદાધિકારીઓ કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગરીબ-લઘુમતિ વિસ્તારોમાં સ્લીપ નહીં મળ્યાની ફરિયાદ

aapnugujarat

તાપી શુદ્ધીકરણના સંદેશ માટે નદી તટેથી પ્લાસ્ટિકની ૪,૦૦૦ બોટલ વીણી તરાપો બનાવ્યો

aapnugujarat

પોલીસ બેડામાં ૧૯ આઈપીએસ સહિત ૩૨ ડીવાયએસપીની બઢતી સાથે બદલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1