Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાની ગાડી ખીણમાં ખાબકી : ત્રણ જવાનોનાં મોત

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સવારે મોટી દુર્ઘટના બની હતી. કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ભૂસ્ખલન દરમિયાન ભારતીય સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી જવાના કારણે મોત થયા હતા. ત્રણેય જવાનના પાર્થિવ દેહને ખીણમાંથી કાઢવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા ત્રણ જવાનોમાં ૧ જેસીઓ (જૂનિયર કમિશન્ડ અધિકારી) અને બે ઓઆર સામેલ છે. જે વિસ્તારમાં આ જવાન ખીણમાં પડ્યા તે બર્ફીલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રેગ્યુલર ઓપરેશન ટાસ્ક દરમિયાન ૧ જેસીઓ અને બે ઓઆરના એક દળને લઈ જઈ રહેલું વાહન બરફથી ઢંકાયેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે ગાડી અચાનક સ્લિપ થઈ હતી અને સીધી ઊંડી ખાડીમાં પડી હતી. ખીણ એટલી ઊંડી હતી કે, કારમાં બેઠેલા ત્રણેય જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ પહેલા ગત વર્ષના નવેમ્બર મહિનામાં પણ કુપવાડાના માછિલ સેક્ટરમાં આવી ઘટના બની હતી. જેમાં હિમસ્ખલનના કારણે ત્રણ જવાન મોતને ભેટ્યા હતા. કુપવાડા પોલીસે જણાવ્યું હતું કે, અલ્મોડા પોલીસ સ્ટેશન પાસે હિમસ્ખલનની ઝપેટમાં આવવાથી ૫૬ આરઆરના ત્રણ જવાન ડ્યૂટી દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોતને ભેટનારા જવાનના નામ સૌવિક હાજરા, મુકેશ કુમાર અને મનોજ લક્ષ્મણ રાવ હતા. ત્રણેયના મૃતદેહને ૧૬૮ એમએસ દ્રુગમુલ્લા મોકલવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટના કુપવાડા સેક્ટરની નિયંત્રણ રેખા પાસે બની હતી. જવાનોની ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી, ત્યારે જ બરફનો એક મોટો ભાગ તેમના પર પડ્યો હતો. સર્ચ દરમિયાન તેમને શોધીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમણે શ્વાસ છોડી દીધા હતા. સૌવિકે પહેલા જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. હાઈપરથેમિયાથી પીડિત સોવિકને નજીકની હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલા મૃત્યુ પામ્યા હતા. આ દરિયાન તેમના અન્ય બે સાથીદારો હિમસ્ખલનમાં દબાઈ જતાં મૃત્યુ પામ્યા હતા

Related posts

आतंकवाद की कमर तोडने वाले सुपरकॉप केपी एस गिलका निधन

aapnugujarat

અંકુશરેખા ઉપર પાકનો ભીષણ ગોળીબાર : સ્થિતિ સ્ફોટક બની

aapnugujarat

१९९३ के सीरीयल ब्लास्ट मामले में मुस्तफा दोसा की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1