Aapnu Gujarat
રમતગમત

સચિનની જેમ રમવું હતું, પણ એ શક્ય લાગ્યું નહીં : ધોની

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આજના યુવા ક્રિકેટરો આદર્શ માને છે અને તેની સામે ક્રિકેટ રમવા માગે છે. પરંતુ એમ.એસ. ધોની કોને આદર્શ માનતો હતો તે વાતનો ખુલાસો હાલમાં જ તેણે કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સના ટિ્‌વટર હેન્ડલ પરથી ગુરુવારે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે સચિન તેંડુલકર તેના ક્રિકેટ આદર્શ હતા અને તે મોટો થઈને માસ્ટર બ્લાસ્ટરની જેમ રમવા ઈચ્છતો હતો. ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતાડનાર ધોનીએ વીડિયોમાં ઉમેર્યું હતું કે, તેણે સચિનની જેમ રમવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, બાદમાં સમજાયું હતું કે, તેમની રમવાની સ્ટાઈલ અલગ હતી અને તેમની જેમ કોઈ રમી શકે નહીં.
વીડિયોમાં ધોની કહી રહ્યા છે કે ’મારા માટે ક્રિકેટિંગ રોલ મોડલ હંમેશાથી સચિન તેંડુલકર રહ્યા છે. હું તમારી જેમ હતો અને સચિન તેંડુલકરને બેટિંગ કરતો જોતો હતો અને તેમની જેમ રમવા ઈચ્છતો હતો. પરંતુ બાદમાં મને સમજાયું કે હું તેમની જેમ રમી શકું નહીં. દિલથી હું હંમેશા તેમની જેમ રમવા ઈચ્છતો હતો. તેઓ બાળપણમાં મારા ક્રિકેટિંગ આઈડલ હતા’.
એમએસ ધોનીને ૨૦૦૭માં ભારતીય ટીમની કેપ્ટનશિપ મળી હતી. રાહુલ દ્રવિડે તે સમયે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બીસીસીઆઈના અધ્યક્ષ શરદ પવાર સચિન તેંડુલકરને કેપ્ટન બનાવવા માગતા હતા પરંતુ તેમણે ના પાડી દીધી હતી. સચિને ધોનીને કેપ્ટન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ટીમ ઈન્ડિયાની કમાન તેને મળી હતી. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭માં તેમની કપ્તાનીમાં ભારતની પહેલી ટુર્નામેન્ટ હતી અને ટીમને જીત મળી હતી.
ધોન હવે ૈંઁન્ ૨૦૨૩માં રમતો જોવા મળશે. ગત સીઝન પછી તે સંન્યાસની જાહેરાત કરશે તેવી અટકળો હતી, પરંતુ તેમ થયું નહી. તે આગામી સીઝનમાં ભાગ લેશે. જો કે, ટીમને જીત ૨૦૦૭માં મળી હતી. ૨૦૧૧નો વર્લ્ડ કપ સચિન માટે છેલ્લો હતો, જેની કેપ્ટનશિપ પણ ધોનીએ સંભાળી હતી. આ સાથે તેણે સચિનનું સપનું પણ પૂરું કર્યું હતું.

Related posts

न्यूट्रल वेन्यू पर नहीं खेली जाएगी पाक-श्रीलंका सीरीज : PCB

aapnugujarat

નેપિયર વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પર વિજય

aapnugujarat

Indian tennis player Sumit Nagal receives direct entry into US Open singles

editor

Leave a Comment

UA-96247877-1