Aapnu Gujarat
રમતગમત

૨૩ ઓક્ટો.ની ભારત-પાક. મેચની ૯૦૦૦૦ ટિકિટ ૧૦ મિનિટમાં વેચાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ દરેક ક્ષણે દરેક જગ્યાએ અલગ જ લેવલે હોય છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આઈસીસીટી૨૦ વર્લ્ડ કપ માટે ૬,૦૦,૦૦૦થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ આ ટિકિટના આંકડા પરથી લગાવી શકાય છે.
આ ગ્લોબલ ક્રિકેટ ઇવેન્ટ ૧૬ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેમાં શરૂઆતી તબક્કાની મેચો રમાશે. ત્યારબાદ ૨૨ ઓક્ટોબરથી મોટી ટીમોની મેચો શરૂ થશે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરો આ ગેમ્સનું આયોજન કરી રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડ સામેની ઓપનિંગ મેચ ૨૨ ઓક્ટોબરે રમાશે. ફાઈનલ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મહત્વની વાત એ છે કે આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
જોકે આ ઈન્ટરનેશનલ એન્કાઉન્ટરમાં દરેકની નજર ભારત પાકિસ્તાન મેચ પર જ હોય છે. ઓસી.વિ. ન્યૂઝીલેન્ડમેચના બીજા દિવસે એટલે કે ૨૩ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ રમાશે. હવે વાત એ છે કે આ મેચની ટિકિટનું શું ? તમને જણાવી દઈએ કે આ મેચની ૯૦,૦૦૦થી વધુ ટિકિટો માત્ર ૧૦ મિનિટમાં જ વેચાઈ ગઈ હતી. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
આ સિવાય નામ્બિયા અને શ્રીલંકા વચ્ચે રમાનારી ઈવેન્ટના શરૂઆતના દિવસની માત્ર થોડી જ ટિકિટો બાકી છે. આ પછી ૧૬ ઓક્ટોબરે યુએઈનેધરલેન્ડ્‌સ સામે ટકરાશે. આ બંને મેચ જીલોંગના ૩૬,૦૦૦ની કેપેસિટીવાળા કાર્ડિનિયા પાર્ક સ્ટેડિયમમાં રમાશે.
આઈસીસીટી૨૦ વર્લ્ડ કપના વડા મિશેલ એનરાઇટે કહ્યું, “અમને આનંદ છે કે અમારી પાસે આ રવિવારે જીલોંગમાં ઇવેન્ટની શરૂઆતની મેચ અને એક અઠવાડિયા પછી સુપર ૧૨ સ્ટેજ જોવા માટે મોટી સંખ્યામાં લોકો તૈયાર છે.
ઓક્ટોબર ક્રિકેટનો મહિનો બનીને રહેશે.૨૭ ઓક્ટોબરે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ આફ્રિકા વિ.બાંગ્લાદેશ અને ભારત વિરુદ્ધ ગ્રૂપ એરનર્સ-અપ ડબર હેડર મેચો રમાશે. આ મેચની તમામ ટિકિટો પણ વેચાઈ ગઈ છે.
વર્લ્ડ કપની ટિકિટ બુક કરવા માટે ં૨ર્૦ુઙ્મિઙ્ઘષ્ઠે.ર્ષ્ઠદ્બ પર જઈને ચકાસી શકો છો. પ્રથમ રાઉન્ડ અને સુપર ૧૨ મેચો માટે બાળકો (૨-૧૬ વર્ષના) માટેની ટિકિટ માત્ર ૫ ડોલર છે અને તેથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ માટે ટિકિટ ૨૦ ડોલરથી શરૂ થાય છે.

Related posts

विंडीज दौरे में जगह नहीं मिलने पर निराश हूं : शुभमन गिल

aapnugujarat

હવે જોકોવિક ઓલટાઇમનો હાઇએસ્ટ પેઇડ ટેનિસ સ્ટાર

aapnugujarat

Mohsin Hasan Khan steps down as chairman of PCB Cricket Committee

aapnugujarat

Leave a Comment

UA-96247877-1