Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશનો જથ્થાબંધ ભાવ સુચકાંક ૧૮ માસના ૧૦.૭ ટકાના તળિયે

ભારતમાં મોંઘવારી દરના આંકડામાં આ મહિને વિરોધાભાસી વલણ જોવા મળી રહ્યું છે. બે દિવસ અગાઉ આવેલ ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ૫ મહિનાની ટોચે પહોંચતા ફરી સરકાર અને આરબીઆઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. વ્યાજદર વધારાનું શસ્ત્ર ઉગામ્યા છતા સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા અને ભારત જેવા સૌથી ઝડપી ગતિએ વધી રહેલ અર્થતંત્રોમાં મોંઘવારી કાબૂમાં નથી આવી રહી તેવા અવલોકનોને પગલે વિશ્વજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ પરંતુ આજે આવેલ ભારતના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા રાહત આપનારા છે.
ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઈ) સપ્ટેમ્બરમાં ૧૦.૭ ટકાના સ્તરે પહોંચ્યો છે, જે ૧૮ મહિનાની સૌથી નીચી સપાટી છે. વાણિજ્ય મંત્રાલયે ૧૪ ઓક્ટોબરે જાહેર કરેલ આંકડા અનુસાર ઓગસ્ટમાં ડબલ્યુપીઆઈફુગાવો ૧૨.૪૧ ટકા હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં જથ્થાબંધ મોંઘવારી દર ૧૧.૮૦ ટકા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં સતત ચોથા મહિને ઘટ્યો હતો, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે ૧૦ ટકાની ઉપર છે.
સપ્ટેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો અગાઉના મહિનાના ૧૨.૩૭ ટકાની સરખામણીમાં ઘટીને ૧૧.૦૩ ટકા થયો હતો. મેન્યુફેક્ચરિંગ ગુડ્‌સ સેગમેન્ટમાં ૬.૩૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સૌથી મહત્વના પ્રાઈમરી આર્ટિકલ્સના ફુગાવામાં ૧૧.૭૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ઇંધણ અને પાવર સેગમેન્ટનો ડબલ્યુપીઆઈઆંકડો ઓગસ્ટના ૩૩.૬૭ ટકાની સામે ૩૨.૬૧ ટકા પર રહ્યો છે.
તાજેતરમાં સપ્ટેમ્બર મહિના માટે રિટેલ ફુગાવો વધીને ૭.૪ ટકા થઈ ગયો છે જે આરબીઆઈના નિધારિત ૨-૬ ટકાની ઉપલી મર્યાદા કરતા સતત નવમા મહિને વધુ છે.
સપ્ટેમ્બર, ૨૦૨૨માં ફુગાવો મુખ્યત્વે ખનિજ તેલ, ખાદ્ય ચીજવસ્તુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કેમિકલ અને કેમિકલ પ્રોડ્‌કટો, બેઝિક મેટલ્સ, ઈલેક્ટ્રિસિટી, કાપડ વગેરેના ભાવમાં અગાઉના વર્ષના સમાન મહિનાની સરખામણીએ ઘટાડો થવાથી ડબલ્યુપીઆઈકાબૂમાં જોવા મળ્યો છે, તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

Related posts

દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો

editor

1984 के सिख विरोधी दंगे से संबंधित मामलों में सज्जन कुमार की सजा निलंबित करने की याचिका पर अगले साल मई में होगा विचार : SC

aapnugujarat

कुशवाहा ने चमकी बुखार से हो रही बच्चों की मौत पर CM को ठहराया जिम्मेदार, इस्तीफे की रखी मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1