Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના નવરંગપુરામાં ડ્રગ્સનું વેચાણ કરતા યુવકની ધરપકડ

નવરંગપુરામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પાનના પાર્લર પાસે ગ્રાહકોને એમડી વેચવા માટે આવ્યો ત્યારે ધરપકડ કરી તેની પાસેથી રૂ. ૧. ૭૮ લાખની કિંમતનો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો. નવરંગપુરામાં કેટલાક લોકો એમડી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા એક પાનના ગલ્લાંની પાસે એક યુવક એમડી ડ્રગ્સ લઈને વેચાણ માટે આવવાનો હોવાની માહિતી મળી હતી. જેના પગલે એસઓજીની ટીમે ખાનગી ડ્રેસમાં સાંજના સમયે સ્વસ્તિક ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક યુવક ત્યાં આવતા પોલીસે તેને પકડી પૂછપરછ કરતા તેનું નામ મોઈન ઈકબાલહુસેન ધલ્લાવાલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ૧.૭૮ લાખની કિંમતનું ૧૭ ગ્રામ ૮૫૦ મિલીગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આરોપી પાસેથી કુલ રૂ ૧,૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તે રામોલમાં જનતાનગરમાં રહેતા મોહસીન હબીબભાઈ બેલીમ પાસેથી એમડી ડ્રગ્સ વેચાણ કરવા માટે લાવ્યો હતો. આ ઉપરાંત આરોપી કેટલી વખત એમડી ડ્રગ્સ અન્ય વ્યકિતઓ પાસેથી લાવ્યો હતો અને કેટલા લોકોને વેચાણ કર્યુ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદ શહેર પર ગ્લોબલ વોર્મિંગની અસર : મહત્તમ તાપમાનમાં ૦.૯ ડીગ્રી સેલ્સિયસનો વધારો

aapnugujarat

વકીલોની વિવિધ માંગને લઇ બીસીઆઇની મોદીને રજૂઆત

aapnugujarat

जीका वायरस को लेकर भयभीत होने की जरुरत नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1