Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુલામનબી આઝાદે રાહુલ ગાંધીને એક્ટર ગણાવ્યાં

કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ કોંગ્રેસ સામે આક્રમક થઈ પ્રહાર કરી રહ્યા છે. હવે ગુલામ નબી આઝાદે કોંગ્રેસને ભાજપની નકલ ન કરવાની સલાહ આપી છે. એટલું જ નહીં, કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને આઝાકે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીને એક્ટર ગણાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં સુધારો લાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ કોંગ્રેસમાં કોઈ સુધારો આવ્યો ન હતો. ગુલામ નબી આઝાદે કહ્યું કે, ભાજપ એક મોટું સંગઠન છે, જ્યારે કોંગ્રેસની પાસે શું છે. ભાજપના સોશિયલ મીજિયા એગ્રેશનની નકલ કરવી કોંગ્રેસને ભારે પડશે. નકલ કરવી હોય તો, પોતાની નકલ કરો, કે પછી મહાત્મા ગાંધીની નકલ કરો. કોંગ્રેસ નકલ કરીને વિપક્ષી પાર્ટીઓ પર મિસાઈલ છોડશે, તો આ મિલાઈલ તેમના પર જ આવીને પડશે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, તે લોકો કહે છે કે, મેં પીએમના વખાણ કર્યા. તમે મારો ઈન્ટરનેટ પરથી કોઈપણ વિડીયો જોઈ લો, મેં હંમેશા સરકારની નીતિઓની ટીકા કરી છે. વિપક્ષના નેતા તરીકે પીએમની આંખોમાં આંખો નાખીને ચર્ચા કરી છે. મારી બાદ જે પણ નેતા વિપક્ષ બન્યા, તેઓ પાંચ મિનિટ પણ ચર્ચા કરી શક્યા નથી. સોનિયા અને રાહુલ કરતાં વધારે વિરોધ મેં કર્યો હતો. તે ક્યારેય પણ લોકસભામાં સરકારની સામે ૫ મિનિટથી વધારે બોલી શક્યા નથી. ક્યારેક તેનાથી વધારે બોલી દે તો બાદમાં ગળે પણ મળ્યા છે. પછી તેઓએ આંખ પણ મારી, અર્થ કે બધું ખોટું હતું. ગળે મળવું અને ગાળો આપવી બધું જૂઠ હતું. આઝાદે કહ્યું કે, મેં મારા તરફથી કોંગ્રેસમાં સુધારો લાવવા અનેક પ્રયાસો કર્યાં. આ માટે મારી રીતે સોનિયા ગાંધીને અનેક પત્રો પણ લખ્યા. આ અંગે મેં ક્યારેય પણ કહ્યું નથી. એ પત્રોમાં જે જવાબ આવ્યા તેના અંગે કાંઈ કહી શકાતું નથી. તે સમયે ૨૩ નેતા મારા ઘરે હતા. તેઓએ પત્ર પર સહી કરી, જે અમે સંયુક્ત રીતે લખ્યો હતો. અમે લખ્યું કે, પાર્ટી ખતમ થઈ રહી છે. કેમ કે, પાર્ટીમાં ૨૩ વર્ષથી કોઈ ચૂંટણી થઈ ન હતી. અમે પાર્ટી સંગઠન પર દરેક સ્તરે ચૂંટણી કરાવવા માગ કરી હતી. એ પત્રમાં અમે એવા અધ્યક્ષની માગ કરી જે રૂમમાં ન રહે. પણ મેદાનમાં જઈને કામ કરે. જે બાદ એક મીટિંગમાં નેતાએ કહ્યું કે, આ પત્ર મોદીએ લખ્યો છે.

Related posts

સાસુ-વહુની જોડી જયપુર પોલીસ માટે માથાનો દુઃખાવો બની

aapnugujarat

ત્રિપલ તલાક બિલ મુસ્લિમો સામે વિશ્વાસઘાત સમાન છે : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

aapnugujarat

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1