Aapnu Gujarat
બિઝનેસ

અદાણી વિશ્વના બીજા ક્રમના ઘનાઢ્ય બન્યા

અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ સંપત્તિમાં વધારો કરવામાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. વિશ્વના સૌથી ધનાઢ્ય અબજોપતિઓની યાદીમાં તેઓ ત્રીજા સ્થાન પરથી બીજા ક્રમે પહોંચી ગયા છે અને એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખી દીધા છે. હજુ ૧૫ દિવસ પહેલાં જ અદાણી આ લિસ્ટમાં ત્રીજા ક્રમે હતા. ત્યાર પછી તેમની સંપત્તિ વધી છે જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં કડાકો આવ્યો છે. ફોર્બ્સની રિયલ-ટાઈમ બિલિયનર્સ લિસ્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ હવે ૧૫૫.૭ અબજ ડોલર થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં અત્યંત ટૂંકા ગાળામાં ચાર ટકા અથવા ૫.૫ અબજ ડોલરનો વધારો થયો છે. અત્યારે ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે અને તેમની નેટવર્થ ૨૭૩.૫ અબજ ડોલર છે. જેફ બેઝોસ અત્યાર સુધી બીજા ક્રમે હતા જે હવે ગૌતમ અદાણીની પાછળ ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.
શુક્રવારે અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈસ, અદાણી પોર્ટ, અને અદાણી ટ્રાન્સમિશનના શેર તેની રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચી ગયા જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ઉછાળો આવ્યો છે. ૨૦૨૨માં અત્યાર સુધીમાં અદાણીની મિલ્કતમાં ૭૦ અબજ ડોલરનો વધારો થયો છે. વિશ્વના ટોચના ૧૦ ધનાઢ્ય લોકોમાં એકમાત્ર ગૌતમ અદાણી એવા છે જેમની સંપત્તિ ચાલુ વર્ષમાં આટલી વધી છે.
ફેબ્રુઆરી મહિનામાં ગૌતમ અદાણી રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા હતા. ત્યાર પછી એપ્રિલમાં તેમણે માઈક્રોસોફ્ટના વડા બિલ ગેટ્‌સ (મ્ૈઙ્મઙ્મ ય્ટ્ઠીંજ)ને પાછળ રાખી દીધા અને નેટવર્થની દૃષ્ટિએ ચોથા ક્રમે પહોંચી ગયા હતા. ૬૦ વર્ષના ગૌતમ અદાણીએ અદાણી ગ્રૂપની સ્થાપના કરી છે અને એક નાનકડી ફર્મમાંથી વિરાટકાય ગ્રૂપ સુધી પહોંચ્યા છે.
માર્ચ ૨૦૨૨ના ફાઈલિંગ પ્રમાણે અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં ગૌતમ અદાણી ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. તેઓ અદાણી ગેસમાં ૩૭ ટકા, અદાણી પોર્ટ્‌સ એન્ડ સેઝમાં ૬૫ ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં ૬૧ ટકા હિસ્સો ધરાવે છે. મે ૨૦૨૨માં તેમણે સિમેન્ટ સેક્ટરમાં મોટા પાયે પ્રવેશ કર્યો હતો અને સ્વિસ કંપની હોલ્સિમનો ભારતીય સિમેન્ટ બિઝનેસ ૧૦.૫ અબજ ડોલરમાં ખરીદ્યો હતો. હવે ગૌતમ અદાણી વિશ્વમાં ગ્રીન એનર્જીના સૌથી મોટા ઉત્પાદક બનવા માંગે છે. તેમણે તાજેતરમાં પોતાના ૬૦મા જન્મદિવસે સામાજિક કાર્યો માટે પોતાની સંપત્તિમાંથી ૭.૭ અબજ ડોલર ખર્ચવાની જાહેરાત કરી હતી.

Related posts

अब ३१ दिसम्बर के बाद ६ बेंको की चेक बुक अमान्य

aapnugujarat

રિલાયન્સ જીઓ એરટેલને પછાડી બીજી મોટી કંપની બની

aapnugujarat

એપલનું પસંદગીનું ઉત્પાદન કેન્દ્ર ભારત બનતા ચીનને ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1