Aapnu Gujarat
બિઝનેસ

જેફ બેઝોસની સંપત્તિ એક દિ’માં ૮૦,૦૦૦ કરોડ ઘટી

અમેરિકામાં અપેક્ષા કરતા વધારે ફુગાવાના આંકડા આવ્યા પછી શેરબજારમાં ભયંકર કડાકો આવ્યો છે જેના કારણે ટોચના ધનાઢ્યોની સંપત્તિમાં ભારે ગાબડું પડ્યું છે. અબજોપતિ બિઝનેસમેનની કંપનીઓના શેર ઘટવાથી તેમની નેટવર્થમાં પણ જંગી ઘટાડો થયો છે. તે પ્રમાણે એમેઝોનના વડા જેફ બેઝોસની સંપત્તિ એક દિવસમાં ૮૦,૦૦૦ કરોડ ઘટી ગઈ છે જ્યારે ટેસ્લાના માલિક ઈલોન મસ્કની નેટવર્થમાં ૨૪ કલાકની અંદર ૭૦,૦૦૦ કરોડનો કડાકો આવ્યો છે. આ બંને અમેરિકાના ટોચના અબજોપતિઓ છે અને વોલ સ્ટ્રીટમાં થયેલા ઘટાડાથી તેમણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
ડોલરની દૃષ્ટિએ જોવામાં આવે તો જેફ બેઝોસની નેટવર્થમાં એક દિવસમાં ૯.૮ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ઈલોન મસ્ક વિશ્વમાં બીજા ક્રમના ધનાઢ્ય વ્યક્તિ છે અને તેમની નેટવર્થ એક દિવસમાં ૮.૪ અબજ ડોલર જેટલી ઘટી છે. આ ઉપરાંત ફેસબુકના માર્ક ઝકરબર્ગ, લેરી પેજ, સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં એક દિવસમાં ચાર અબજ ડોલરથી વધારે ઘટાડો થયો છે. ટોચના ઈન્વેસ્ટર વોરેન બફેટ અને માઈક્રોસોફ્ટના વડા બિલ ગેટ્‌સની સંપત્તિ પણ એક દિવસમાં અનુક્રમે ૩.૪ અબજ ડોલર અને ૨.૮ અબજ ડોલર સુધી ઘટી છે.
જેફ બેઝોસની એમેઝોન એ વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેલર છે. સિયેટલ સ્થિત કંપની ઈલેક્ટ્રોનિક્સ, ઘરવપરાશની ચીજો અને અન્ય પ્રોડક્ટનું વેચાણ કરે છે. તેઓ સ્પેસ એક્સપ્લોરેશન કંપની બ્લૂ ઓરિજિન પણ ચલાવે છે. ઈલોન મસ્ક ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ છે. તેઓ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ અને હોમ સોલર બેટરીનું વેચાણ ચાલે છે. મસ્ક સ્પેશએક્સના ચીફ એક્ઝિક્યુટિવ છે જે રોકેટનું ઉત્પાદન કરતી કંપની છે.
અમેરિકામાં કન્ઝ્‌યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં જુલાઈ મહિનામાં ૦.૧ ટકાનો વધારો થયો હતો જ્યારે જૂન મહિનામાં કોઈ વધારો થયો ન હતો. એક વર્ષ અગાઉની સાથે તુલના કરવામાં આવે તો મોંઘવારીના દરમાં ૮.૩ ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ફૂડ અને વીજળી-ગેસના ભાવમાં ભારે વધારો થયો છે. વોલ સ્ટ્રીટમાં કડાકો આવ્યો જેમાં ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૩૦૦ પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ૪.૩ ટકા ઘટ્યો હતો. ફુગાવાનો દર વધવાના કારણે સરકાર વ્યાજદરમાં વધારો કરશે તેવું લાગે છે જેના કારણે બજારમાં ગભરાટ ફેલાયેલો છે.

Related posts

मद्रास HC ने पतंजलि आयुर्वेद पर लगाया 10 लाख का जुर्माना

editor

કંપનીના ચેરમેનનું પદ છોડવાનો અફસોસ છે : નારાયણ મૂર્તિ

aapnugujarat

ફ્લિપકાર્ટ અને એમેઝોન દિવાળીએ ધમાકેદાર ઓફર્સ લાવશે

editor

Leave a Comment

UA-96247877-1