Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગોવાના પૂર્વ સીએમ સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં સામેલ

ગોવામાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના ૮ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના પૂર્વ સીએમદિગંબર કામત સહિત ૮ ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે.
કોંગ્રેસના પૂર્વ સીએમ દિગંબર કામત સહિત માઈકલ લોબો, દલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલેક્સી સિકેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિઝ ભાજપમાં સામેલ થયા હતા. ગોવા બીજેપી પ્રદેશે આ દાવો એવા સમયે કર્યો છે છે કોંગ્રેસે દેશભરમાં ફરી સત્તા હાંસલ કરવા ભારત જોડો યાત્રા યોજી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતા દેશભરમાં ૧૫૦ દિવસની ૩,૫૭૦ કિમીની યાત્રા યોજી છે. આ યાત્રા ૧૨ રાજ્યોમાંથી પસાર થશે.
૪૦ વિધાનસભાની સીટો વાળી ગોવામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી બીજેપી ગઠબંધન (એનડીએ)ના ૨૫ ધારાસભ્યો છે અને કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો છે. પરંતુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો છે કે, ૧૧માંથી ૮ ધારાસભ્યો તેમની પાર્ટીમાં સામેલ થયા છે.
માર્ચમાં સરકાર બન્યા બાદ ગોવામાં બીજી વખત આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ જુલાઈમાં કોંગ્રેસના ૧૧માંથી ૫ ધારાસભ્યો ભાજપમાં જોડાવા માટે પક્ષ બદલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, કોંગ્રેસે યોગ્ય સમયે સક્રિયતા બતાવીને આ બળવો અટકાવ્યો હતો.
તે સમયે કોંગ્રેસના ધારાસભ્યો દિગંબર કામત, માઈકલ લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક અને ડેલીલા લોબો બળવાખોર હોવાની ચર્ચા હતી. જો કે, કોંગ્રેસે માઈકલ લોબોને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વિપક્ષના નેતા પદ પરથી હટાવ્યા હતા.
આ પહેલી વાર નથી કે, જ્યારે કોંગ્રેસને આ પ્રકારનો ઝાટકો લાગ્યો હોય. આ અગાઉ ગોવામાં છેલ્લી વિધાનસભા ચૂંટણી એટલે કે, ૨૦૧૭માં કોંગ્રેસે ૧૭ બેઠકો જીતી હતી. પરંતુ ૧૩ બેઠકો હોવા છતાં બીજેપી ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી હતી. ૨૦૧૯માં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો હતો ત્યારે પાર્ટીના ૧૦ ધારાસભ્યો બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ વધુ બે ધારાસભ્યો બીજેપીમાં સામેલ થયા હતા.

Related posts

बिहार चुनाव : कांग्रेस ने सोशल मीडिया पर लांच किया ‘बदलो बिहार गेम’

editor

फारूक अब्दुल्ला ने भाजपा पर साधा निशाना, कहा – उनको याद रहे कि मैं शेर-ए-कश्मीर का बेटा हूं

editor

કેરાલામાં સીપીએમના ૯૮ કાર્યકરો ભાજપમાં જોડાયા

editor

Leave a Comment

UA-96247877-1