Aapnu Gujarat
રમતગમત

હજુ ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે ગાંગુલી-શાહ : SC

બીસીસીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની રાહત બાદ હવે સૌરવ ગાંગુલી આગામી ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈના અધ્યક્ષ બની શકે છે. આ સિવાય જય શાહ આગામી ત્રણ વર્ષ માટે બીસીસીઆઈ સેક્રેટરી પણ રહેશે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે મ્ઝ્રઝ્રૈંને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને બોર્ડના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈ સચિવ જય શાહને મોટી રાહત મળી છે. બીસીસીઆઈ તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેંચની સામે દલીલ આપી, વર્તમાન બંધારણમાં કૂલિંગ ઓફ પીરિયડની જોગવાઈ છે. જો હું એક કાર્યકાળ માટે રાજ્ય ક્રિકેટ સંઘ અને સતત બીજા કાર્યકાળ માટે બીસીસીઆઈનો પદાધિકારી છું, તો મારે કૂલિંગ ઓફ પીરિયડમાંથી પસાર થવું પડશે. બંને એકમ અલગ છે અને તેના નિયમ પણ અલગ છે અને જમીની સ્તર પર નેતૃત્વ તૈયાર કરવા માટે પદાધિકારીના સતત બે કાર્યકાળ ખુબ ઓછા છે. સર્વોચ્ચ કોર્ટે બુધવાર (૧૪ સપ્ટેમ્બર) ના પોતાના ચુકાદામાં કહ્યું કે તે બીસીસીઆઈમાં એક પદાધિકારીને સતત બે કાર્યકાળ માટે પદ ધારણ કરવાની મંજૂરી આપશે, ભલે તે એક કાર્યકાળ માટે રાજ્ય સંઘમાં પદ પર હોય.

Related posts

ઉપુલ થરંગાને હટાવી તિસારા પરેરાને બનાવાયો શ્રીલંકાનો નવો કેપ્ટન

aapnugujarat

दिल्ली हारे या जीते, उसे अपने खिलाड़ी नहीं बदलने चाहिए : बांगर

editor

ખેલ મહાકુંભ : કિંજલ ઠાકોરે બનાસકાંઠા જીલ્લા કક્ષાએ દોડ અને ઉંચી કુદમાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1