Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દુબઈની ૮૪ માળની ઈમારતમાં આગ લાગતાં અફરાતફરીઃ કોઈ ખુવારી નહીં

દુબઈમાં ૮૪ માળની એક ગગનચુંબી ઈમારતમાં મોડી રાત્રે આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઈમારત દુનિયાની સૌથી રહેણાક ઇમારત છે. ૮૪ માળની આ દુનિયાની સૌથી ઊંચી રહેણાક ઈમારતના ૪૦ માળ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા. આ ઈમારતમાં આગ લાગવાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટીમે ભારે જહેમત ઉઠાવીને ઈમારતમાં વસતા તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. અત્યાર સુધી આ ઈમારતમાં આગને કારણે કોઈ ખુવારી થઈ હોવાના સમાચાર નથી.૮૪ માળના આ ટાવરને ખાલી કરાવવા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી.
ઈમારતમાં વસતા લોકોને સહી સલામત બહાર કાઢવા અને આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં તેમને સફળતા મળી હતી.આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી. સત્તાવાળાઓ આગના કારણ અંગે તપાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આજે વહેલી પરોઢિયે સવારે ૪.૦૦ વાગ્યે આગ લાગી હતી. ઈમારતમાં આગ લાગવાથી તેમાં રહેતા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ઈમારતમાંથી બહાર નીકળવા ભાગદોડ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ટાવરનું નામ ટોર્ચ ટાવર છે અને તેની ઊંચાઈ ૧૧૦૫ ફૂટ છે. આ બિલ્ડિંગ ૨૦૧૧માં બની હતી અને આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૫માં પણ તેમાં આગ લાગી હતી.

Related posts

पाकिस्तान में हाफिज सईद के 3 सहयोगियों को सजा

editor

तिब्बत मामले में अमेरिका का चीन को झटका

editor

अमेरिका-चीन व्यापार युद्ध पूरी दुनिया लिए बड़ा खतरा, 2020 तक होगा 31 लाख करोड़ रुपए का नुकसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1