Aapnu Gujarat
બિઝનેસ

જેટ એરવેઝના ફુડ મેન્યુ ઉપર કાતર ચાલે તેવી વકી

લંચ અને ડીનરમાં માત્ર ફળફળાદી ખાવાની બાબત ગળે ઉતરતી નથી પરંતુ લો કોલેસ્ટ્રોલ ડાયટ પર રહેવાની ટેવ છે તો જેટ એરવેઝની સ્થાનિક ફ્લાઇટમાં ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં યાત્રા કરતા યાત્રીઓ માટે આ એક વિકલ્પ છે. છેલ્લા દિવસોમાં એર ઇન્ડિયા બાદ જેટ એરવેઝે પણ ફ્લાઇટમાં પોતાના મેન્યુમાં કાપ મુકવાની શરૂઆત કરી દીધી છે. આ યાદીમાં પહેલા ૨૩ વસ્તુઓ હતી જે હવે માત્ર સાત વસ્તુ રહી ગઈ છે. જેટ એરવેઝના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, કારોબારને જોતા એવું લાગ્યું છે કે, અમારા મેન્યુમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ ચીજવસ્તુઓનું વેચાણ વધારે થઇ રહ્યું હતું. આવી સ્થિતિમાં ભોજનની યાદી અંતિમ કરતા પહેલા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે જે ચીજવસ્તુ વધારે વેચાઈ રહી છે તે વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે. સ્થાનિક ફ્લાઇટમાં ચાઇલ્ડ મિલ, બેબી મિલ, જેન મિલ, ડાયાબીટીસ મિલ અને વેજ અને નોનવેજ અંગે મિલ પણ મળે છે.

Related posts

શેરબજારમાં ૭ પરિબળોની અસર રહેશે

aapnugujarat

૧૦ કંપની પૈકી ૭ની મૂડી ૯૮૫૩૦ કરોડ ઘટી

aapnugujarat

પોલિસી રેટને ૬.૨૫ ટકાના દરે યથાવત રખાય તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1