Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લિઝ ટ્રુસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં

લિઝ ટ્રુસ બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેણે ભારતીય મૂળના ભૂતપૂર્વ નાણામંત્રી ઋષિ સુનકને આકરા મુકાબલામાં હરાવ્યા છે. લિઝ ટ્રુસને ૮૧૩૨૬ વોટ મળ્યા જ્યારે તેમના હરીફ રિશી સુનકને ૬૦૩૯૯ વોટ મળ્યા. ઋષિ સુનકે પ્રથમ પાંચ રાઉન્ડમાં જંગી લીડ મેળવી હતી, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના અંતિમ મતદાન દરમિયાન લિઝ ટ્રૂસે જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને લિઝ ટ્રુસને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેમણે પાર્ટીના સભ્યો અને સાંસદોને લિઝ ટ્રુસને મત આપવા પણ કહ્યું હતું. બોરિસ જોન્સન આરોપ લગાવી રહ્યા છે કે ઋષિ સુનાકના રાજીનામાના કારણે જ તેમણે વડાપ્રધાનની ખુરશી ગુમાવવી પડી હતી. લિઝ ટ્રૂસ હવે ૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન તરીકે બ્રિટિશ સંસદમાં હાજર રહેશે.
લિઝ ટ્રુસ કાંટાનો તાજ પહેરીને બ્રિટનના વડાપ્રધાન બન્યા છે. તેમની સામે અનેક પડકારો છે. તેમની વચ્ચે સૌથી મોટો પડકાર દેશમાં વધી રહેલી મોંઘવારી, ઉર્જા સંકટ અને બેરોજગારીને દૂર કરવાનો છે.
લોકો પહેલાથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લિઝ ટ્રૂસે અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં કોઈ ચોક્કસ જાહેરાત કરી નથી, જે યુકેના અર્થતંત્રને સંભાળવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં તેમણે વડાપ્રધાન પદ પર બેસતાની સાથે જ આર્થિક મોરચે સૌથી મોટી સમસ્યાનો ઉકેલ શોધવો પડશે.
લિઝ ટ્રુસને તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને એક કરવાના પડકારનો સામનો કરવો પડે એમ છે, જે બે જૂથોમાં વહેંચાયેલી છે. પાર્ટીના સાંસદ ઋષિ સુનકના પક્ષમાં છે. જ્યારે, સભ્યો બ્રિટિશ રાષ્ટ્રવાદના મુદ્દે લિઝ ટ્રુસનું સમર્થન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લિઝ ટ્રુસ માટે બંને વચ્ચે તાલમેલ સર્જીને સરકાર ચલાવવી સરળ નથી. જોકે, ઋષિ સુનકે એક દિવસ પહેલા જ કહ્યું હતું કે તેઓ નવી સરકારને દરેક મોરચે સમર્થન આપશે. પરંતુ, પાર્ટીના બે જૂથો વચ્ચેની ખાઈ ઘણી વધી ગઈ છે.
બ્રિટનના વડાપ્રધાનની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ બોરિસ જોન્સન વડાપ્રધાન કાર્યાલય પહોંચી ગયા હતા. તેમણે થેરેસા મેનું સ્થાન બ્રિટિશ વડા પ્રધાન તરીકે લીધું. બોરિસ જ્હોન્સને ૧૧૩૯ દિવસ માટે વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી હતી. જ્હોન્સન મંગળવારે નવા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા સાથે સત્તાના સત્તાવાર સ્થાનાંતરણ માટે રાણી એલિઝાબેથ-ૈૈંં સાથે મુલાકાત કરવા બાલમોરલ જશે.
પાર્ટીગેટ કાંડને કારણે વડાપ્રધાન પદેથી બોરિસ જહોન્સને રાજીનામુ આપ્યા બાદ બ્રિટનમાં ખાલી પડેલી વડાપ્રધાનની સીટ માટે ભારતીય મૂળના ઋષિ સુનાક લીઝ ટ્રૂસ વચ્ચે ભારે સ્પર્ધા બાદ અંતે આજે જહોન્સન સરકારમાં વિદેશમંત્રી રહી ચૂકેલા ટ્રૂસ વડાપ્રધાનની ચૂંટણી જીત્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીઝ ટ્રૂસ કન્ઝર્વેટીવ પાર્ટીની ચૂંટણીમાં ૫૭.૪% મત સાથે વિજયી બન્યા છે. આજે જાહેર થયેલ પરિણામ અનુસાર સત્તારૂઢ પાર્ટી કન્ઝર્વેટીવ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં સુનાકના ૪૨.૬% મતની સામે ટ્રૂસને ૫૭.૪% મત મળ્યા છે.

Related posts

About 2 million doses of Covid vaccine to be purchased from India by Nepal

editor

यूएई, जॉर्डन, मिस्र और बहरीन के बाद ओमान भी इजराइल से करेगा दोस्ती

editor

૩૧ જુલાઈએ સૂરજ સુધી જવાની પ્રથમ ફ્લાઇટ લોન્ચ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1