Aapnu Gujarat
મનોરંજન

કમાલ આર. ખાનની છેડતીના જૂના કેસમાં ધરપકડ કરાઈ

કેઆરકેની શનિવારના રોજ એક જૂના છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વર્ષોવા પોલીસે ૩ વર્ષ જૂના કેસમાં કમાલ આર ખાન (કેઆરકે)ની ધરપકડ કરી છે. મુંબઈ વર્સોવા પોલીસે જાન્યુઆરી ૨૦૧૯માં ફરિયાદી પાસેથી કથિત રીતે જાતીય તરફેણની માગણી કરવા બદલ કેઆરકેની ધરપકડ કરી હતી. કેઆરકે ઉપર આરોપ હતો કે તેમણે જાન્યુઆરી ૨૦૧૯ના પ્રથમ સપ્તાહમાં ફરીયાદીનો હાથ પકડીને તેની પાસે સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી હતી. અહેવાલો અનુસાર અભિનેત્રી સાથે છેડતી કરવા બદલ કેઆરકેની ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૭માં ૨૭ વર્ષીય ફરિયાદી મુંબઈ આવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે એક અભિનેત્રી, સિંગર અને ફિટનેસ મોડેલ છે. તેણે કહ્યું હતું કે, તે કેઆરકેને વર્ષ ૨૦૧૭માં એક હાઉસ પાર્ટી દરમિયાન મળી હતી. આ પાર્ટીમાં કેઆરકેએ પોતાને એક પ્રોડ્યુસર તરીકે રજૂ કર્યો હતો અને ત્યારબાદ બન્નેએ એકબીજા સાથે ફોન નંબર એક્સચેન્જ કર્યા હતા. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે તે જ વર્ષે કેઆરકેએ કહ્યું હતું કે, તે ઈમરાન હાશ્મી સ્ટારર કેપ્ટન નવાબ નામની એક ફિલ્મમાં તેને લીડ રોલ આપશે. ત્યારબાદ કેઆરકેએ ફોન ઉપર અશ્લીલ કમેન્ટ પણ મોકલી હતી.
અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે, જાન્યુઆરી ૨૦૧૯માં કેઆરકેએ અભિનેત્રીને તેના જન્મદિવસ માટે પોતાના બંગલા ઉપર બોલાવી હતી. જોકે અભિનેત્રી તે દિવસે ગઈ નહોતી પરંતુ તે જ અઠવાડિયે સાંજે ૭ વાગ્યાની આસપાસ તે કેઆરકેના બંગલે ગઈ હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ગરમી હોવાથી કેઆરકે તેને પ્રથમ માળે એક રૂમમાં લઈ ગયો હતો. કેઆરકેએ અભિનેત્રીને વોડકાની ઓફર કરી હતી પરંતુ તેણે પીવાની ના પાડી હતી. ત્યારબાદ કેઆરકેએ તેને ઓરેન્જ જ્યૂસ આપ્યો હતો. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે, જ્યૂસ પીતા જ તેને ચક્કર આવવા લાગ્યા. ત્યારબાદ કેઆરકેએ તેની સાથે જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ડરી ગઈ હતી અને ત્યાંથી જતી રહી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે ત્યારબાદ તેણે પોતાના મિત્રને ફોન કર્યો હતો. આ મિત્રે જણાવ્યું હતું કે કેઆરકેનો ઈન્ડસ્ટ્રીમાં દબદબો છે અને તેના ઉપર ફરિયાદ કરવાથી અભિનેત્રીની કારકિર્દીને અસર થઈ શકે છે.
અભિનેત્રીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧ના મધ્યમાં તેણે પોતાની આપવીતી અન્ય એક મિત્રને જણાવી હતી. આ મિત્રે તેને પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેણે વર્સોવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને કેઆરકેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪એ (જાતીય સતામણી) અને ૫૦૯ (શબ્દો, ક્રિયા અથવા ઈશારાઓ જેનો ઈરાદો મહિલાની નમ્રતાનું અપમાન કરવાનો હતો) ની હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, કેઆરકે આ અગાઉ પણ એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. મલાડ પોલીસે ૨૯ ઓગસ્ટના રોજ મોડી રાત્રે તેની એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. કેઆરકેએ તરત જ જામીન માટે અરજી કરી હતી પરંતુ સુનાવણી ૨ સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારના રોજ બોરીવલીમાં મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ જજ રજા ઉપર હતા. આથી સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ કેસમાં ૨૦૨૦માં કરેલા એક વિવાદિત ટિ્‌વટ માટે કેઆરકેની ધરપકડ કરવામાં આવી હતી. તે દુબઈથી પરત ફરી રહ્યા હતા. પોલીસે પહેલા તેની અટકાયત કરી અને પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કેઆરકેએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Related posts

वरुण की फिल्म अक्टूबर की रिलीज डेट बदली है

aapnugujarat

KGF 2એ રિલીઝ પહેલા આટલા કરોડની કરી કમાણી

aapnugujarat

Salman Khan has to appear on next hearing, if not than bail will be cancelled : Jodhpur Court

aapnugujarat

Leave a Comment

UA-96247877-1