Aapnu Gujarat
રમતગમત

ઘૂંટણની ઈજાને લીધે જાડેજા એશિયા કપથી બહાર

એશિયા કપમાં સુપર ફોર મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમનાર ઓલરાઉન્ડર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
શુક્રવારે, બોર્ડે ઈજાને કારણે ટૂર્નામેન્ટ પહેલા મેચમાંથી બહાર હોવાની માહિતી શેર કરી હતી. તેને જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે જેના કારણે તે બાકીની મેચો માટે ટીમનો ભાગ નહીં હોય. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. ટૂર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલને જાડેજાના સ્થાને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જાડેજાએ પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યા સાથે છઠ્ઠી વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી હતી. તેણે ૨૯ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૫ રનની અમૂલ્ય ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. હોંગકોંગ સામે જાડેજાનો બેટિંગ કરવાનો વારો નહોતો આવ્યો. તેણે ૪ ઓવરમાં ૧૫ રન આપીને ૧ વિકેટ લીધી હતી.
એશિયા કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.
સ્ટેન્ડબાયઃ શ્રેયસ અય્યર, દીપક ચાહર.

Related posts

ઓસ્ટ્રેલિયન ઓપન : રોજર ફેડરર સેમિફાઇનલમાં

aapnugujarat

યુએસ ઓપન : વિનસની ક્વીટોવા પર થ્રીલર જીત

aapnugujarat

बांगलादेश टेस्ट टीम में शाकिब अल हसन की वापसी

editor

Leave a Comment

UA-96247877-1